GSTV

કરી આ ભૂલ તો તમારા પગારમાંથી 20 ટકા રૂપિયા કપાઈ જશે, જલ્દી કરો

ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDSZ) અંગે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. બદલાયેલા નિયમો અનુસાર, જો કોઈ કર્મચારીનો પગાર ટીડીએસ કાપવા લાયક છે અને તે પાન કે આધારની જાણકારી શેર નથી કરી રહ્યો તો પગારમાંથી 20 ટકા ટીડીએસ કાપવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના સર્કૂલરમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, નવા નિયમમાં આધાર નંબરને પણ સામેલ કરવામાં આવ્યો છે.

અગાઉ ટેક્સ સંબંધિત કામમાં ફક્ત પાન કાર્ડને જ સ્વીકારવામાં આવતું હતું, પણ ગયા વર્ષે સરકારે કહ્યું કે જો કોઈ પાસે પાન કાર્ડ ન હોય તો ટેક્સ સંબંધીત કામમાં આધારનો પણ ઉપયોગ કરી શકાય છે. નવા નિયમ હેઠળ જો કોઈ કર્મચારીનો પગાર 2.5 લાખ રૂપિયા સુધી હોય તો કોઈ ટેક્સ નહિં કપાય. વર્તમાનમાં 2.5 લાખ સુધી ઈન્કમ ટેક્સ ફ્રી છે અને 2.5-5 લાખ સુધી ઈન્કમ ટેક્સ લાગે છે.

તમામ પ્રકારની છૂટનો લાભ ઉઠાવ્યા બાદ જો પગાર 20 ટકા ટેક્સેબલ સ્લેબમાં આવે છે તો ટીડીએસ 20 ટકા જ રહેશે. 5 લાખથી 10 લાખ સુધી ઈન્કમ ટેક્સના દર છે. જો કોઈનો પગાર 30 ટકા ટેક્સ સ્લેબમાં આવે છે અને તેણે પાન-આધાર જમા નથી કરાવ્યું તો ટીડીએસ કાપતા પહેલા એવરેજ ટેક્સના દર કાઢવા પડશે. જો એવરેજ ટેક્સ રેટ 20 ટકાથી વધુ આવે તો ટીડીએસ તે દરે કાપવામાં આવશે. પાનને આધાર સાથે લિંક કરવાની તારીખ વધીને31 માર્ચ 2020 કરી દેવામાં આવી છે.

પાન-આધાર લિંક નહિં કરો તો પાન ગેરકાયદેસરે થઈ જશે? એવા કેસ પર ગુજરાત હાઈકોર્ટે થોડા દિવસ પહેલા નિર્ણય સંભળાવ્યો હતો ક, પાનને આધાર સાથે લિંક નહિં કરવા પર કોઈ પણ વ્યક્તિનો પાન નંબર સક્રીય નહિં થાય. કોર્ટે સુનાવણીમાં કહ્યું કે, જો કોઈ વ્યક્તિ પોતાના પાનને આધાર કાર્ડ સાથે લિંક નથી કરતું તો તેને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા કે ટ્રાન્ઝેક્શન કરવામાં પાનનો ઉપયોગ કરવાથી અટકાવવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

ડ્રગ્સ કનેક્શનઃ ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારીને આજે કોર્ટમાં કરાશે રજૂ, સામે આવશે નવા ખુલાસા

Mansi Patel

સમુદ્રમાં ચીનને સ્પષ્ટ સંદેશ / ઓસ્ટ્રેલીયા રશિયા બાદ જાપાનની સાથે ભારત સાથે જોડાયો, કર્યો યુદ્ધાભ્યાસ

Mansi Patel

બેભાન કરીને પતિના ગુપ્તાંગ પર પત્ની નાખતી રહી ટોઈલેટ ક્લિનર, એક દિવસ પ્રેમી સાથે કરી રહી હતી આવુ કામ અને….

Arohi
Do NOT follow this link or you will be banned from the site!