દેશના શેરબજારોમાં વર્તમાન નાણાં વર્ષમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સ ગયા નાણાં વર્ષની સરખામણીએ વીસ ટકા જેટલું ઘટયું છે. છેલ્લા ૧૧ વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે. દેશના બે મુખ્ય શેરબજારો બીએસઈ તથા એનએસઈ પર ઈક્વિટી કેશ સેગમેન્ટમાં સંયુકત સરેરાશ દૈનિક ટર્નઓવર ગયા નાણાં વર્ષની સરખામણીએ ૨૦.૪૦ ટકા ઘટી રૂપિયા ૫૭૭૦૦ કરોડ રહ્યું હતું એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.

નાણાં વર્ષ ૨૦૧૨ બાદ આ સૌથી મોટો ઘટાડો છે. નાણાં વર્ષ ૨૦૧૨માં સરેરાશ દૈનિક ટર્નઓવર વાર્ષિક ધોરણે ૨૩.૮૦ ટકા ઘટી રૂપિયા ૧૪૦૮૧.૭૨ કરોડ રહ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૧માં વોલ્યુમમાં ૭૦.૦૬ ટકાનો વધારો થઈને સરેરાશ આંક રૂપિયા ૬૬૪૧૫.૭૬ કરોડ રહ્યો હતો.
ભારે વોલેટિલિટી તથા નબળા વળતરને પરિણામે દેશના શેરબજારોમાં ઈક્વિટીઝ કેશ સેગમેન્ટસમાં નાના રોકાણકારોનો રસ ઘટી રહ્યાના સંકેતો મળી રહ્યા છે.

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ છેલ્લા એક વર્ષથી ભારત સહિત વિશ્વના શેરબજારોમાં વળતર નબળા જોવાઈ રહ્યા છે. કોરોનાના કાળમાં રિટેલ રોકાણકારો દ્વારા શેરબજારમાં કામકાજમાં વધારો જોવા મળ્યો હતો.
શેરબજારમાં નબળા વળતરની સામે ઋણ સાધનો પર ઊંચા વ્યાજ દરો તથા ફુગાવાની સ્થિતિને કારણે પણ રિટેલ રોકાણકારો ઋણ સાધનો તરફ વળી રહ્યા છે.

ફુગાવો નીચે જવા સાથે અને વ્યાજ દરમાં સ્થિરતા બાદ રિટેલ રોકાણકારો ફરી બજારમાં સહભાગ લેતા થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. બીજી બાજુ ડેરિવેટિવ સેગમેન્ટસમાં ગયા વર્ષથી દર મહિને વોલ્યુમ્સમાં ઓલ ટાઈમ હાઈ સપાટી જોવા મળી રહી છે. વર્તમાન નાણાં વર્ષમાં ડેરિવેટિવ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂપિયા ૧૫૦.૬૭ લાખ કરોડ રહ્યું હતું, જે ગયા નાણાં વર્ષમાં રૂપિયા ૬૮.૩૫ લાખ કરોડની સરખામણીએ ૧૨૦ ટકા વધુ છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો