GSTV

કેન્દ્રની મોટી જાહેરાત: 21મી સપ્ટેમ્બરથી 20 જોડી ક્લોન ટ્રેન દોડશે, વેઇટિંગ પર મળશે કન્ફર્મ ટિકિટ

ટ્રેન

કેન્દ્ર સરકારે ટ્રેનના મુસાફરોની સવલતો માટે એક મોટી જાહેરાત કરી છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે ટ્રેનો સૌથી વ્યસ્ત રૂટ પર 21મી સપ્ટેમ્બરથી 20 જોડી ક્લોન ટ્રેન દોડશે. આ ટ્રેન સંપૂર્ણપણે રિઝર્વેશન ધરાવતી ટ્રેન હશે. તે પ્રારંભથી જ નિયત સમયે જ દોડશે અને તેની ઝડપ અન્ય ટ્રેન કરતાં વધારે હશે. આ ઉપરાંત અન્ય ટ્રેન કરતાં તેના સ્ટોપેજ ઓછા રહેશે. આમ થવાથી બંને ટ્રેન છેલ્લા સ્ટેશને લગભગ એક સાથે જ પહોંચશે.

ક્લોન ટ્રેનનું ભાડું હમસફર અને જનશતાબ્દી જેટલું રહેશે

રેલવે મંત્રાલયે જાહેર કર્યું હતું કે 19 જોડી ક્લોન ટ્રેનને હમસફર રેક્સનો ઉપયોગ કરીને ચલાવવામાં આવશે જ્યારે એક જોડીને લખનૌ-દિલ્હી ક્લોન સ્પેશિયલ ટ્રેન જનશતાબ્દી એક્સપ્રેસની માફક ચલાવાશે. હમસફર રેક્સનું ભાડું હમસફર ટ્રેન જેટલું જ રહેશે. જનશતાદી રેક્સનું ભાડું જનશતાબ્દી જેટલું જ રહેશે. મંત્રાલયના જણાવ્યા મુજબ ક્લોન સ્પેશિયલ ટ્રેનમાં એડવાન્સ રિઝર્વેશન પિરિયડ દસ દિવસનો રહેશે. આ ક્લોન ટ્રેન માટે 19મી સપ્ટેમ્બરથી રિઝર્વેશનનો પ્રારંભ થશે.

મંત્રાલયે એવી પણ સ્પષ્ટતા કરી છે ક્લોન ટ્રેન અગાઉથી જ ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેન કરતાં વધારાની ટ્રેન હશે. બિહારના પાંચ સ્ટેશનથી આ ક્લોન ટ્રેન ચાલશે. આવી જ રીતે પંજાબમાંથી ત્રણ, વારાણસીથી એક તથા ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પણ ક્લોન ટ્રેન દોડાવાશે.

Read Also

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!