GSTV
Home » News » એક્ઝિટ પોલનાં પરિણામોમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર, પરંતુ એક સારા સમાચાર આવ્યા સામે

એક્ઝિટ પોલનાં પરિણામોમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર, પરંતુ એક સારા સમાચાર આવ્યા સામે

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલ ફરી એકવાર ભાજપ અને નરેન્દ્ર મોદી માટે સારા સમાચાર લઈને આવ્યા છે. એક્ઝિટ પોલમાં NDAને પ્રચંડ બહુમત મળતું દેખાઈ રહ્યુ છે. જોકે, 23 મેએ પરિણામ આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવી જશે. પરંતુ હાલમાં તો વિપક્ષ પોતાના મકસદમાં સફળ થતો દેખાઈ રહ્યો નથી.ખાસ કરીને કોંગ્રેસ માટે એક્ઝિટ પોલના પરિણામ નિરાશાજનક છે.

દરેક એક્ઝિટ પોલમાં ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓને 300ને પાર સીટો મળતી દેખાડી છે. રાહુલ ગાંધીની સખત મહેનત છતાં તેનો આંકડો 3 સુધી પહોંચવામાં અસફળ રહ્યો છે. નિરાશાજનક પ્રદર્શન છતાં કોંગ્રેસ માટે સારા સમાચાર જરૂર છે. દરેક એક્ઝિટ પોલમાં UPAને 100થી વધુ સીટો સુધી પહોંચાડ્યુ છે. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હતુ. તેમાં કોંગ્રેસને માત્ર 44 સીટો જ મળી હતી. જેને કારણે કોંગ્રેસને લોકસભામાં પ્રતિપક્ષનો દરરોજો પણ મળી શક્યો ન હતો.

આ દરરજા માટે કુલ 543 સાંસદોવાળી લોકસભામાં 10 ટકા જનપ્રતિનિધિયોનું ચૂંટાઈને આવવું જરૂરી છે. એટલેકે 53 સાંસદો. કોંગ્રેસ તે ચૂકી ગઈ હતી. એટલે 5 વર્ષ સુધી સદનમાં આ દરરજા માટે જૂજતી રહી હતી. ત્યારે આ વખતે એક્ઝિટ પોલમાં કોંગ્રેસમે 100થી 120 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. એવાં ભાજપ બાદ બીજા નંબરની સૌથી વધુ સીટ મેળવનારી પાર્ટી બનશે. એક્ઝિટ પોલનાં પરિણામ બાદ કોંગ્રેસ માટે એકમાત્ર ખુશીની વાત એજ છેકે, તેને પ્રતિપક્ષનો દરરજો સરળતાથી મળી જશે.

READ ALSO

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

આ નાઈઝીરીયન ગેંગથી રહેજો સાવધાન, નહીં તો તમારૂ બેન્ક એકાઉન્ટ થશે કોરું ધાકડ

Nilesh Jethva

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!