ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પૂર્વી વિસ્તારમાં આવેલા એક ગામમાં આસામાજીક ત્તત્વોએ 20થી વધુ લોકોની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. સ્થાનિક સૈન્ય અધિકારી આ અંગે જાણકારી આપી હતી.

આ હુમલો એલાઈડ ડેમોક્રેટિક (ADF) ફોર્સ દ્વારા કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેની પ્રદેશના મુકુંગવે ગામના વડા – યુજેન માત્સોઝીએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે અમારા ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે એડીએફ દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 24 લોકોની દફનવિધિ કરી ચૂક્યા છે.

બેની વિસ્તારના સૈન્ય અધિકારી કર્નલ ચાર્લ્સ ઓમેઓંગાએ જણાવ્યું હતું કે આ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોનામોત નીપજ્યાં છે, જોકે હજી કેટલા લોકોના મોત થયા છે એ મુદ્દે અંતિમ આંકડો સામે આવ્યો નથી. બેની વિસ્તાર ઉતરી કીવુ પ્રાંતમાં આવેલું છે, જ્યાં છેલ્લા એક વર્ષથી ઘર્ષણને અટકાવવા માટે કોંગોએ ત્યાં સેનાની તૈનાતી કરી છે.
Also Read
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ