GSTV
News World ટોપ સ્ટોરી

BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત

હાલ રમઝાન માસના કારણે મુસ્લિમ ધર્મના ખૂબ જ પવિત્ર સ્થળ એટલે કે મક્કા મદીના કે જ્યાં લાખો યાત્રાળુ જાય છે. એવામાં એક અહેવાલ સામે આવી રહ્યો છે કે, યાત્રીઓને પવિત્ર શહેર મક્કા લઇ જઈ રહેલી બસ ગઈકાલે એક પુલ સાથે અથડાઈ હતી. અથડામણના કારણે બસમાં આગ લાગી હતી. જેના કારણે 20 જેટલા લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

-અકસ્માતમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં 20 લોકોના જીવ ગયા છે અને બે ડઝનથી વધુ યાત્રાળુઓ ઈજાગ્રસ્ત છે. રિપોર્ટ અનુસાર, બસ દુર્ઘટનામાં સામેલ પીડિત લોકો અલગ-અલગ દેશોના રહેવાસી છે. જોકે, હજુ સુધી ક્યાં દેશના યાત્રાળુઓ છે તે અંગે કોઈ પુષ્ઠી થઈ નથી.

-બ્રેક ફેલના કારણે બની દુર્ઘટના- પ્રાથમિક તપાસ

મળતી માહિતી પ્રમાણે, સોમવારે એક બસ ઉમરાહ તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહી હતી તે દરમિયાન રસ્તામાં એક પુલ સાથે ટકરાઈ જાય છે જેના કારણે તે પલટી જાય છે અને તેમા આગ લાગી જાય છે. આ દુર્ઘટનામાં 20 ઉમરાહ તીર્થયાત્રીઓના જીવ ગયા છે જ્યારે 29 જેટલા લોકો ઈજાગ્રસ્ત હોવાની વાત સામે આવી છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના સઉદીના અસીર પ્રાંતના અકાબા શાર પાસે બની છે.

પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે આ દુર્ઘટના બ્રેક ફેલ થવાના કારણે બની છે. એવામાં આ દુર્ઘટનાના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં બસમાં આગ લાગવાને કારણે થયેલા બ્લાસ્ટનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. જણાવી દઈએ કે હાલ ઈસ્લામ ધર્મના પવિત્ર રમઝાન ચાલી રહ્યા છે જેમાં દુનિયાભરના મુસ્લિમ એક મહિના સુધી રોઝા રહે છે.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV