GSTV
Home » News » હિંદી સિનેમાની એવી 20 ફિલ્મ જેને કહી શકાય ‘એવરગ્રીન’, આમાંથી તમે કેટલી જોઈ?

હિંદી સિનેમાની એવી 20 ફિલ્મ જેને કહી શકાય ‘એવરગ્રીન’, આમાંથી તમે કેટલી જોઈ?

કોઈપણ દેશમાં બનતી ફિલ્મો ત્યાંના સામાજિક જીવન અને રીત રિવાજોનું દર્પણ હોય છે. એક સૌ વર્ષ લાંબી યાત્રામાં હિંદી સિનેમાએ ન માત્ર અઢળક ફિલ્મો આપી છે પરંતુ સાથે જ ભારતીય સમાજ અને ચરિત્રને ઘડવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. અહીં પ્રસ્તુત છે ભારતીય સિનેમાની પસંદગીની 20 ફિલ્મો જેને દર્શકોની ભરપૂર સરાહના મળી હતી. 

1. મુગલ-એ-આઝમ (1960)

“મુગલ-એ-આઝમ” 1960 માં રજૂ થઈ હતી. આ ફિલ્મ હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી સફળ ફિલ્મ છે. તેના માટે આજે પણ કે આસિફને યાદ કરવામાં આવે છે. તેના ભવ્ય સેટ્સ અને ઉત્તમ સંગીત આજે પણ લોકો માટે યાદગાર છે. આ ફિલ્મમાં અકબરના પુત્ર શેહજાદા સલીમ (દિલીપકુમાર) અને દરબારની નૃત્યાંગના નાદિરા (મધુબાલા) વચ્ચેની પ્રેમની કહાની દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં સલીમ અને અનારકલી પ્રેમમાં પડી જાય છે અને અકબર તેનાથી નાખુશ છે.  

2. આનંદ (1971)

ઋષિકેશ મુખર્જી દિગ્દર્શિત ‘આનંદ’ બોલિવૂડની ખૂબ પસંદ થઈ હોય તેવી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ આનંદ (રાજેશ ખન્ના) ની કથા છે જે કેન્સરનો દર્દી છે અને ખુશખુશાલ જીવન જીવવા માંગે છે, પરંતુ તેની પાસે બહુ ઓછો સમય છે. આનંદ એ એવી કેટલીક ફિલ્મોમાંથી એક છે જે 40 વર્ષ પછી પણ હૃદયને સ્પર્શી જાય છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે મરનાર માણસ ખુશીઓ અન્ય સાથે શેર કરી શકે છે અને ફક્ત પ્રેમ અને મનોરંજનથી તેમના હૃદય જીતી શકે છે.

3. શોલે (1975)

1975 માં બનેલી શોલે ભારતની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ્સમાંથી એક છે. શોલે ફિલ્મ 15 ઓગસ્ટ 1975 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતમાં સતત 50 અઠવાડિયાં સુધી પ્રદર્શિત થવા એક રેકોર્ડ નોંધાવ્યો હતો. ઉપરાંત, આ ફિલ્મે ભારતીય ફિલ્મ્સના ઇતિહાસમાં 100 કરતા વધારે સિનેમા ઘરોમાં સિલ્વર જ્યુબિલી (25 અઠવાડિયા) ની ઉજવણી કરી હતી. આ પહેલી ફિલ્મ બની હતી જેને સતત 5 વર્ષથી મુંબઈના મિનર્વા સિનેમાઘરમાં દર્શાવવામાં આવી હતી. 

4. થ્રી ઇડિયટ્સ (2009)

દિગ્દર્શક રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ વાર્તા ચેતન ભગતની નવલકથા  પર આધારીત છે. આ ફિલ્મમાં મનોરંજક રીતે શિક્ષણ પ્રણાલી, બાળકો પર કંઈક બનવા માટેના માતાપિતાના દબાણ અને પુસ્તકીયા જ્ઞાનની ઉપયોગિતા પર સવાલ ઉઠાવ્યા છે. 200 કરોડના ક્લબમાં જોડાનાર તે પહેલી ફિલ્મ હતી.

5. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (1995)

ડીડીએલજે તરીકે પ્રખ્યાત, “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” એ 1995 ની હિન્દી ફિલ્મ છે. તેનું દિગ્દર્શન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક યશ ચોપરાના પુત્ર આદિત્ય ચોપડાએ કર્યું હતું. મુંબઈના મરાઠા મંદિરમાં 13 વર્ષથી વધુ સમય સુધી ફિલ્મ ચાલી હતી. માર્ચ 2009 માં તેણે મુંબઈના મરાઠા મંદિરમાં 700 અઠવાડિયા માટે રેકોર્ડ બનાવ્યો.

6. પડોસન (1968)

આ ફિલ્મમાં, એક ગામડાનો છોકરો તેની નવી પાડોશી સાથે પ્રેમમાં પડે છે. તે તેની નવી પાડોશીને તેના સંગીત શિક્ષકની મદદથી આકર્ષવાનો પ્રયત્ન કરે છે. કોમેડી મેલોડી સાથેની આ ખૂબ જ આનંદદાયી કૌટુંબિક ફિલ્મ છે.

7. તારે જમીન પર (2007)

આ ફિલ્મ એક નાના છોકરા પર આધારીત છે, જે ભણવામાં ખૂબ આળસુ છે અને દર વર્ષે એક જ વર્ગમાં વારંવાર નિષ્ફળ જાય છે. બાદમાં તેને એક શિક્ષકને મળે છે, જે તેની સમસ્યાને સારી રીતે સમજે છે અને તેની છુપાયેલી પ્રતિભાને પ્રગટ કરે છે.

8. જાને ભી દો યારો (1983)

બોલિવૂડના ઇતિહાસમાં જ્યારે પણ શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે ‘જાને ભી દો યારો’ નામ સૌથી પહેલાં લેવામાં આવે છે. 1983માં આવેલી ફિલ્મન કુંદન શાહ ફિલ્મનું નિર્માણ હતી. નિર્દેશક કુંદન શાહની આ ફિલ્મ હજી પણ દર્શકોને હસાવે છે. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ (વિનોદ) અને વિવેક બાસવાની (સુધીર) મુખ્ય ભૂમિકામાં છે.

9. પીકે (2014)

પીકે એક કોમેડી ફિલ્મ છે પણ તે એક સામાજિક સંદેશ પણ આપે છે. તેનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. વાર્તા એક એલિયન (આમિર ખાન) ની છે જે પૃથ્વી પર આવે છે અને એક ચોર તેના રિમોટ સાથે ભાગી જાય છે પછી તે રિમોટને પરત લેવા પૃથ્વી પર ફરતો રહે છે.

10. બર્ફી (2012)

બર્ફી! 2012 ની રોમેન્ટિક અને કોમેડી ડ્રામા ફિલ્મ છે, જે અનુરાગ બાસુએ લખેલી છે. 1970 ના દાયકામાં બનેલી આ ફિલ્મની વાર્તા દાર્જિલિંગના મૂંગા અને બહેરા માણસ અને તેના બે મહિલાઓ સાથેના  સંબંધો દર્શાવે છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, પ્રિયંકા ચોપરા અને ઇલિયાના ડીક્રુઝ મુખ્ય ભૂમિકામાં છે, અને સહાયક ભૂમિકાઓ છે સૌરભ શુક્લા, આશિષ વિદ્યાાર્થિ અને રૂપા ગાંગુલી.

11. ગોલમાલ (1979)

અમોલ પાલેકર અને ઉત્પલ દત્તની શાનદાર જોડી હજી દર્શકોને પેટ પકડીને હસાવે છે. અમોલ પાલેકરની ફિલ્મ ગોલમાલએ ઘણી સફળતા મેળવી.  ગોલમાલ ફિલ્મ તેના સમયની એક મહાન ફિલ્મ હતી.

12. લગાન (2001)

ફિલ્મ લગાન 2001 માં બનાવવામાં આવી હતી. આ ફિલ્મ આશુતોષ ગોવારીકરની ફિલ્મ છે. આમિર ખાન તેના સહ નિર્માતા હોવા ઉપરાંત મુખ્ય અભિનેતા પણ છે. આ ફિલ્મ ક્વીન વિક્ટોરિયાના બ્રિટની રાજના દુકાળથી પીડિત ગામના ખેડુતો પરના બ્રિટીશકોના કર વસુલવાની વાર્તા છે. જ્યારે ખેડૂતો મહેસૂલ ઘટાડવાની માંગ કરે છે, ત્યારે બ્રિટીશ અધિકારી ઓફર કરે છે, કે જો તેઓ ક્રિકેટની રમતમાં તેમને પરાજિત કરે તો લગાન માફ કરવામાં આવશે.  

13. માસુમ (1983)

માસુમ ફિલ્મ શેખર કપુર દિગ્દર્શિત એક હિન્દી ફિલ્મ છે. ડી.કે. મલ્હોત્રા તેની પત્ની ઇન્દુ અને બે પુત્રી પિંકી અને મિન્ની સાથે રહે છે. એકવાર ડી.કે. કેનો ફોન આવે અને તે એક છોકરા રાહુલને ઘરે લાવે છે. ઇન્દુને આંચકો લાગે છે જ્યારે તેને ખબર પડે છે કે  રાહુલ ડી.કે.નો જ દીકરો છે. આ ફિલ્મ ખૂબ જ ભાવનાશીલ બનાવી દે છે.

14. સ્વદેસ (2004)

આ ફિલ્મ બોલિવૂડની શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ હતી. સ્વદેસ ફિલ્મનું દિગ્દર્શન આશુતોષ ગોવારિકરે કર્યું હતું. ફિલ્મના મુખ્ય પાત્ર શાહરૂખ ખાન અને ગાયત્રી જોશીના  હતા. તે એક પ્રેરણાદાયી ફિલ્મ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એનઆરઆઈનો રોલ કરે છે, જે ભારતના એક ગામમાં વીજળીની સમસ્યા હલ કરે છે.

15. બાગબાન (2003)

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિનીએ ખૂબ ભાવનાત્મક પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને બેન્કરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેના 4 બાળકો છે, જ્યારે તેમના બાળકો મોટા થાય છે, ત્યારે તે તેના માતાપિતા સાથે ખરાબ વર્તન કરે છે.

16. અંદાઝ અપના અપના (1994)

અંદાઝ અપના અપના 1994માં આવેલી ભારતીય હિન્દી કોમેડી ફિલ્મ હતી. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન ખાન, આમિર ખાન, રવિના ટંડન, કરિશ્મા કપૂર અને પરેશ રાવલ હતાં. આ ફિલ્મમાં આમિર ખાન અને સલમાન ખાન સમૃદ્ધ ઘરની યુવતી સાથે લગ્ન કરવા માટે વિવિધ પ્રકારના રસ્તા અપનાવે છે.

17. કભી હા કભી ના (1994)

આ ફિલ્મ શાહરૂખ ખાનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી રોમાંચિત છે.

18. ઓ માય ગોડ (2012)

ઓ માય ગોડ એક વ્યંગ્ય હિન્દી ફિલ્મ હતી. આ ફિલ્મમાં પરેશ રાવલે મુખ્ય પાત્ર ભજવ્યું હતું, તેણે કાનજી નામની વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં, કાનજીની દુકાન ભૂકંપને કારણે સંપૂર્ણ રીતે નાશ પામે છે અને તે ભગવાન સામે કોર્ટમાં કેસ કરે છે. આ ફિલ્મ ધર્મના નામે અંધશ્રદ્ધાઓનો પડદો દૂર કરે છે અને લોકોને પ્રેરણા આપે છે.

19. મિસ્ટર ઈન્ડિયા (1987)

મિસ્ટર ઈન્ડિયા ફિલ્મનું નિર્દેશન શેખર કપૂરે કર્યું હતું. આ ફિલ્મના મુખ્ય પાત્રો હતા અનિલ કપૂર, શ્રીદેવી, અમરીશ પુરી. અનિલ કપૂરે આ ફિલ્મમાં ગાયબ થઈ જતા વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું, જે ઘડિયાળ પહેરીને ઈચ્છે તેમ ગાયબ થઈ જાય છે. આ ફિલ્મ હિન્દી સિનેમાની એક શ્રેષ્ઠ ફિલ્મ હતી.

20. ચક દે ઇન્ડિયા (2007)

‘ચક દે ઈન્ડિયા’ ફિલ્મનું દિગ્દર્શન શિમિત અમિને કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાને ભારત મહિલા હોકી ટીમના કોચની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મની વાર્તા ખૂબ પ્રેરણાદાયી છે. શાહરૂખ ખાન, જેનુ આ ફિલ્મમાં નામ કબીર ખાન છે. તે ટીમને એવી રીતે તાલીમ આપે છે કે ભારતીય મહિલા હોકી ટીમ વર્લ્ડ કપ જીતે.

Read Also

Related posts

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રીની બે વર્ષ પછી ખુલ્યા રહસ્ય, પુસ્તકમાં થયો ચોંકવાનારો ખુલાસો

pratik shah

Nokia 9 PureView સ્માર્ટફોન થયો આટલો બધો સસ્તો, મળી રહ્યા છે 5 રિયર કેમેરાની સાથે ઘણા બધા ફિચર્સ

Ankita Trada

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!