GSTV

દિવાળી પર્વ બાદ મ્યુનિ.ના આટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ, AMCમાં પણ ફફડાટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ વિસ્તારમાં આવેલી મુખ્ય કચેરીમાં દિવાળી પર્વ બાદ પણ કોરોના સંક્રમણમાં વધારો થવા પામ્યો છે.દિવાળી પર્વ બાદ મ્યુનિ.ના વોટર પ્રોજેકટ ઉપરાંત રોડ પ્રોજેકટ સહીત ઓડિટ વિભાગના મળી વધુ 20 જેટલાં કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અધિકારીઓ કોરોના પોઝિટિવ થયા

મળતી માહીતી પ્રમાણે,દિવાળી પર્વ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીના વિવિધ વિભાગોના મળીને કુલ ચાલીસ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના પોઝિટિવ થયા હતા. સંક્રમણ વધતા ઓડિટ અને પ્લાનિંગ વિભાગની કચેરીઓને અન્ય સ્થળે ખસેડવી પડી હતી.

મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ

દિવાળી પર્વ બાદ વોટર પ્રોજેકટ અને ડ્રેનેજ પ્રોજેકટમાં ફરજ બજાવતા એક ડઝન જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા હોવાનું આધારભૂતસુત્રોમાંથી જાણવા મળ્યું છે.ઓડીટ વિભાગમાં એક મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ થયા છે.

READ ALSO

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!