GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

સરકારના આ નિર્ણયથી બેકાર થઇ જશે 20 કરોડ PAN Card, જો તમે પણ ન કર્યુ હોય તો ફટાફટ પતાવી લો આ કામ

પાન કાર્ડ એક વિશિષ્ટ ઓળખ કાર્ડ છે જેને સ્થાયી ખાતા સંખ્યા કહેવામાં આવે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જનતા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2019 નક્કી કરી છે. પરંતુ આવકવેરા વિભાગ જલ્દી જ આશરે 20 કરોડ લોકોના પાન કાર્ડ રદ્દ કરી શકે છે.

આવકવેરા વિભાગને શંકા છે કે ભારતમાં મોટી સંખ્યામાં બોગસ પાન કાર્ડ છે. તેથી વિભાગ તે લોકોના પાન કાર્ડ બંધ કરી શકે છે જેંમણે 30 સપ્ટેમ્બર 2019 સુધી પોતાના પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યા.

જણાવી દઇએ કે દેશમાં કુલ 44 કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી 20 કરોડ કાર્ડ એવા છે કે જેણે અત્યાર સુધી પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યુ. આવકવેરા વિભાગ અનુસાર 24 કરોડ પાન કાર્ડ લિંક કરવામાં આવ્યાં છે.

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાનો પણ સમય આવી ગયો છે. ખાતાધારકો માટે 31 જુલાઇ 2019 સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે પેનને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. એટલે કે સરકારે ભલે પાનને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી હોય પરંતુ રિટર્ન ભરવા માટે ખાતાધારકોએ 31 જુલાઇ પહેલા પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું પડશે.

ઘરે બેઠા આ રીતે કરો લિંક

પાનને આધાર સાથે લિંક કરાવવા માટે આવક વેરા વિભાગની ઇફાઇલિંગ વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ. અહીં તમારી ડાબી તરફ દેખાઇ રહેલી લિંક્સની માહિતીમાં બીજા નંબર પર દેખાઇ રહેલા લાલ રંગમાં ‘Link Aadhaar’ પર ક્લિક કરો. જો તમારૂ એકાઉન્ટ નથી બન્યું તો અહીં તમારે પહેલા રજિસ્ટ્રેશન કરવું પડશે.

લોગઇન કરતાની સાતે જ પેજ ખુલશે. ઉપર દેખાઇ રહેલી બ્લૂ સ્ટ્રિપમાં પ્રોફાઇલ સેટિંગ પસંદ કરો. પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરવાનો વિકલ્પ દેખાશે. તેને સિલેક્ટ કરો. અહીં અપાયેલ સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો અને માહિતી ભર્યા બાદ નીચે દેખાઇ રહેલા લિંક આધાર ઓપ્શન પર ક્લિક કરો.

મોબાઇલ દ્વારા આ રીતે કરો લિંક

પાનને આધાર સાથે લિંક કરવાનો વધારે એક વિકલ્પ છે, તે છે મોબાઇલ ફોન. મોબાઇલ દ્વારા લિંક તમે SMS આધારિત સર્વિસનો ઉપયોગ કરી શકો છો. તેના માટે મોબાઇલના મેસેજ બોક્સમાં જઇને ટાઇપ કરો UIDPAN<12 આંકડાનો આધાર નંબર><10 આંકડાનો PAN નંબર>પછી તેને પોતાનાં રજીસ્ટ્ર્ડ મોબાઇલ નંબર પરથી 567678 અથવા 56161 પર મોકલી આપો.

Read Also

Related posts

વડોદરામાં કોરોનાની ગતિ ધીમી પડી: 164 વિસ્તારોને રેડમાંથી ઓરેન્જ ઝોનમાં મૂકાયા, ચેક કરી લો યાદી

Bansari

Senior Citizen માટે શું છે Income Tax Benefits, આ રીતે થઈ શકે છે ફાયદો

Mansi Patel

હવામાં ફેલાતા કોરોના વાયરસથી બચવું હોય તો કેવી રીતે બચી શકશો, જાહેર થઈ છે આ ગાઈડલાઈન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!