આ કારણે કરોડો યુઝર્સના મોબાઇલ કનેક્શન થઇ જશે બંધ, ક્યાંક તમારો નંબર તો સામેલ નથી ને?

વોડાફોન, આઇડિયા અને ભારતી એરટેલે પોતાના ગ્રાહકોના મોબાઇલ કનેકશનને બંધ કરવાની યોજના બનાવી છે જે દર મહિને નેટવર્ક પર 35 રૂપિયાથી ઓછો ખર્ચ કરે છે. જો આમ થયું તો કંપનીઓના અંદાજે 20 કરોડ 2જી ગ્રાહકોનો મોબાઇલ કનેકશન બંધ કરી શકે છે. જો કે ગ્રાહકોને તેના માટે વધુ ચિંતા કરવાની જરૂર નથી.

ભારતી એરટેલના સીઇઓ અને મેનેજીંગ ડાયરેકટર ગોપાલ મિત્તલે કહ્યું કે કંપનીના 33 કરોડ વાયરલેસ ગ્રાહક છે પરંતુ આવા 10 કરોડ ગ્રાહ છે, જેની એવરેજ રિઅલાઇઝેશન પર યુર્સ ખૂબ ઓછી છે. આ યુઝર્સ મોટાભાગે ઇનકમિંગ કોલ્સ પર નિર્ભર રહે છે અને ARPU સરેરાશ ગ્રાહકથી પણ ઓછી છે. જ્યારે વોડાફોન-આઇડિયાના સીઇઓ બાલેશ શર્માએ કહ્યું કે કેટલાંક ગ્રાહકોની પાસે માત્ર ફ્રી ઇનકમિંગ માટે કનેકશન છે. તેનું આઉટગોઇંગ ના ની બરાબર છે, આથી તેઓ રિચાર્જ કરતા નથી. તેનું કારણ ARPU ખૂબ જ ઓછું છે.

જો કે પોતાના આ પગલાં પર વોડાફોન પર નુકસાન થવાની આશંકા છે. વોડાફોનનું કહેવું છે કે માત્ર ઇનકમિંગ માટે સિમ રાખનાર આ ગ્રાહકોની સર્વિસ બંધ કરવી પડશે. કનેકશન બંધ કરવાની સ્થિતિમાં ગ્રાહક ઘટી શકે છે. ત્યારે એરટેલના મતે આ પગલાંથી ત્રીજા ત્રિમાસિકમાં કંપનીના ARPUમાં સુધારો થવાની આશા છે.

શું છે કારણ?
નુકસાનની આશંકા છતાંય ટેલિકોમ કંપનીઓએ ઓછું રિચાર્જ કરાવનાર ટજી યુઝરને ટાર્ગેટ એટલા માટે કર્યા છે, કારણ કે આ ગ્રાહકો પાસેથી તેમની આવક ઓછી થઇ રહી છે. સાથો સાથ કંપની પોતાના 2જી નેટવર્કને ઘટાડાવા માંગે છે. જેથી કરીને 4જી ગ્રાહકોની સંખ્યા વધી શકે.

વાત એરટેલની કરીએ તો જો ન્યૂનતમ માસિક રિચાર્જ ત્યાં જ રહે છે તો આ ગ્રાહકોથી ભારતી એરટેલને માસિક આવક 100 કરોડ રૂપિયા થશે. એ આશા પણ વ્યક્ત કરાઇ રહી છે કે જો નેટવર્ક પર ગ્રાહકોની સંખ્યા અડધી પણ રહી જાય તો નવા ન્યૂનતમ 35 રૂપિયા પ્રતિ મહિનાની યોજનામાં તેને 175 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થશે.

આ બધાની વચ્ચે વોડાફોન આઇડિયા આ વર્ષના અંત સુધીમાં પોતાના ડિસ્ટ્રીબ્યુટર્સની સંખ્યા 16000 અને બ્રાન્ડેડ સ્ટોર્સની સંખ્યાને 2000 સુધી ઓછી કરવાની પ્રક્રિયા પર કામ કરી રહ્યાં છે. કંપની ડિસેમ્બર સુધી પોતાના વિતરકોની ગણતરી 43000થી ઓછી કરીને 27000 કરવાની યોજના બનાવી રહ્યાં છે. દસ્તાવેજમાં કહ્યું છે કે વોડાફોન આઇડિયાની નજીક 6000 બ્રાન્ડેડ રિટેલ સ્ટોર છે, જે માર્ટ 2019 સુધીમાં 4000 સુધી ઘટાડવાની યોજના બનાવી રહ્યાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter