GSTV
Home » News » બાઇક-સ્કૂટર ચલાવનારાઓ માટે મોટી ખબર, 15 જાન્યુઆરીથી બદલાઇ જશે હેલ્મેટ સાથે સંબંધિત આ નિયમ

બાઇક-સ્કૂટર ચલાવનારાઓ માટે મોટી ખબર, 15 જાન્યુઆરીથી બદલાઇ જશે હેલ્મેટ સાથે સંબંધિત આ નિયમ

દ્વિચક્રી વાહન ચાલકો માટે મોટા સમાચાર છે. મોદી સરકાર હેલમેટને લઇને નવા નિયમો લઇને આવી છે. માર્ગ પરિવહન તથા હાઇ વે મંત્રાલય તફથી જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, હેલ્મેટ બનાવતી કંપનીઓને 15 જાન્યુઆરીથી કોઇપણ સ્થિતીમાં આ નવા નિયમોનું પાલન કરવું પડશે. જો કંપનીઓ આ માપદંડોનું પાલન નહી કરે તો તેમને બે વર્ષની જેલ અથવા તો 2 લાખ રૂપિયાનો દંડ થશે. આ સાથે જ હેલ્મેટ વેચનારાઓ પર પણ નિયમો લાગુ થાય છે.

નવા નિયમો

માર્ગ પરિવહન તથા હાઇવે મંત્રાલયે જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરી બાદ ફક્ત ISI પ્રમાણિત હેલ્મેટ જ વેચવામાં આવશે. આ હેલ્મેટ બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના IS 4151:2015ના માપદંડો પર ખરા ઉતરવા જોઇએ. IS 4151:2015ના નવા માપદંડો અનુસાર નવા હેલ્મેટનું મહત્તમ વજન 1.2 કિલોગ્રામ હોવું જોઇએ. હવે આ સીમા 1.5 કિલોગ્રામ છે.

ISI માર્ક વિનાના હેલ્મેટ વેચનારા અને સ્ટોરેજ કરનાર પર કાયદેસરની કાર્યવાહી થશે. ઇન્ડસ્ટ્રીયલ હેલ્મેટ પહેરનારાઓ પર પણ કાર્યવાહી થશે. હેલ્મેટના ઉત્પાદકોએ હેલ્મેટ માટે જારી નવા ધોરણોનું સ્વાગત કર્યું છે. આઇએસઆઈ ચિહ્ન વિનાના હેલ્મેટ વેચવાં એ નકલી દવા વેચવા સમાન છે. અન્ય આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને નવા હેલ્મેટના ધોરણોને સલામતી સાથે સમાધાન કર્યા વગર ટુ-વ્હીલર્સ ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ વધારવાના એકમાત્ર હેતુ સાથે તૈયાર કરવામાં આવ્યાં છે.

નવા નિયમો અનુસાર બનશે હેલ્મેટ:

એશિયાની સૌથી મોટી હેલ્મેટ નિર્માતા કંપની, સ્ટીલબર્ડ હાઇટેક ઇન્ડિયાએ નવા ધોરણો અનુસાર હેલ્મેટ બનાવવાની જાહેરાત કરી છે. સ્ટીલબર્ડના જણાવ્યા પ્રમાણે, તેણે નવા ધોરણો મુજબ તેના તમામ હેલ્મેટમાં ફેરફાર કર્યા છે અને નવા ધોરણોને અનુસરવા માટે બીઆઇએસ પાસેથી જરૂરી મંજૂરી અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. સ્ટિલબર્ડ નવી બીઆઇએસ સ્ટાન્ડર્ડ આઇએસ 4151: 2015ની મંજૂરી લેનાર પ્રથમ હેલ્મેટ કંપની બની ગઈ છે.

Read Also

Related posts

પ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારી પણ ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયા, રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Mayur

સ્ટેજ પર રેસલર પતિની સામે જ વિરોધી ખેલાડીને પત્ની કરવા લાગી કિસ, જુઓ આ વીડિયો

Bansari

ભારતમાં આતંકી ગતિવિધિઓ વધારવા માટે પાકિસ્તાને આ સંગઠનો સાથે મિલાવ્યા હાથ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!