GSTV
Junagadh Trending ગુજરાત

જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

તબીબો

જૂનાગઢમાં હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2 તબીબોની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 12 દિવસથી સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે વેટરનરી ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. ભૂખ હડતાળ ઉપર ઉતરેલા સાત તબીબોમાંથી બે તબીબોની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તબીબો

વેટરનરી તબીબોએ અગાઉ મુખ્યમંત્રીને પોતાના લોહીથી પત્ર લખી 18 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ કરવાની માંગ કરી હતી. જો કે કોઈ નિરાકરણ ન આવતા સાત વિદ્યાર્થીઓ ત્રણ દિવસથી ભૂખ હડતાલ પર ઉતર્યા છે.

જણાવી દઇએ કે કામધેનુ યુનિવસટી હેઠળ આવેલી રાજ્યભરની કોલેજમાં અભ્યાસ કરતા વેટરનરી ઈન્ટર્ન તબીબોને હાલ 4200 રૂપીયા જેવું મામુલી રકમનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. આ રકમ મનરેગાના કામદારોને અપાતા વેતન કરતા પણ ઓછી છે.અન્ય રાજ્યમાં વેટરનરી કોલેજના ઈન્ટર્ન તબીબોને વધુ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.

તબીબો

તાજેતરમાં મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબોના વેતનમાં વધારો કરવમાં આવ્યો હતો.ગુજરાતની વેટરનરી કોલેજના ઈન્ટર્ન તબીબોએ સ્ટાઇપેન્ડ વધારા અંગે અગાઉ અનેક રજુઆત કરી હતી.પરંતુ સ્ટાઇપેન્ડ વધારા અંગે કોઈ કાર્યવાહી થઈ નથી.આથી આજથી જૂનાગઢ વેટરનરી કોલેજના 500 વિધાર્થીઓએ હડતાળ શરૂ કરી છે. અને જ્યાં સુધી સ્ટાઇપેન્ડ વધારા અંગે નિર્ણય નહિ થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા મક્કમતા દર્શાવી હતી.

Read Also

Related posts

કામની વાત / UPIથી ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા?, આ રીતે મેળવો પૈસા પરત

Hardik Hingu

ભરૂચ / નેત્રંગમાં પીએમ મોદીએ સાંબોધી જનસભા, કહ્યું, “હવે ગુજરાતીમાં પણ ડોક્ટરનો અભ્યાસ શક્ય બન્યો

Nakulsinh Gohil

છુટી નથી રહી ચા પીવાની ટેવ, અપનાવો આ 3 સરળ રીત

Akib Chhipa
GSTV