GSTV

IPL ફેન્સ માટે ખુશખબર/ બાકીની 31 મેચના આયોજનને લઇને 2 શિડ્યુલ તૈયાર! આ તારીખે લેવાશે નિર્ણય

ipl

Last Updated on May 22, 2021 by Bansari

ઇન્ડિયન પ્રીમિયર લીગના (સીઓઓ) અને બીસીસીઆઇના વચગાળાના સીઇઓ હેમાંગ અમીને IPLની ૧૪મી આવૃત્તિની બાકીની ૩૧ મેચોના બે અલગ શેડયુલ માટે તૈયાર છે. બીસીસીઆઇ આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેનું આયોજન કરવા માટે મક્કમ છે. અમીને IPLની બાકીની મેચો ઇંગ્લેન્ડમાં યોજવાના અને યુએઇમાં યોજવાના વિકલ્પ આપ્યા છે.

IPL

IPLની બાકીની મેચો યુએઇમાં રમાડવાનું બીસીસીઆઇને સૂચન

જો કે તેમનો વધારે ભાર યુએઇ પર છે. તેનું કારણ એ છે કે મોટાભાગની મેચો એક કે બે સ્ટેડિયમ પર યોજી શકાય છે. ટીમોએ આવવા અને જવામાં સમય વેડફવો પડતો નથી. આ સિવાય બીસીસીઆઇ ત્યાં ગયા વર્ષે સફળતાપૂર્વક IPLનું આયોજન કરી ચૂક્યું છે.આ વાત તેમણે લીગ બહાર લઈ જવાના લીધે આયોજકોએ જે રીતે પરેશાનીઓનો સામનો કરવો પડયો તેના આધારે કહી છે.  જો કે આ અંગેનો અંતિમ નિર્ણય બીસીસીઆઇએ લેવાનો છે. બીસીસીઆઇની ૨૯મી મેની એજીએમમાં તેના અંગેનો નિર્ણય લેવાઈ શકે છે.

ipl

ગયા વર્ષે ત્યાં સફળતાપૂર્વક IPLનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે

ભારતમાં કોરોનાની પહેલી લહેર પછી યુએઇમાં ૨૦૨૦માં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તેના પછી IPL ૨૦૨૧ ભારતમાં યોજવામાં આવી હતી. IPL ૧૪માં બાયોબબલના કેસ આવ્યા પછી તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. બીસીસીઆઇ IPL ૨૦૨૧ની બાકીની મેચોને બહાર રમાડવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ પહેલા તે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન બહાર કરવા પર વિચાર કરી રહી હતી. ઇંગ્લેન્ડમાં હજી સુધી IPLનું આયોજન થયું નથી અને તેને તેનું આયોજન કરવામાં રસ છે. ફ્રેન્ચાઇઝી ઇચ્છે છે કે તેના પર ઝડપથી નિર્ણય લેવામાં આવી જેથી તૈયારીઓ માટે પૂરતો સમય મળી શકે.

Read Also

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!