એક તરફ આગામી બે દિવસ બાદ કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ડીજી કોન્ફરન્સની શરૂઆત થવાની છે. તો બીજી તરફ આદિવાસીઓએ કેવડિયાથી પદયાત્રાનું આયોજન કર્યું હતું. જો કે બે આગેવાનોને ડિટેઈન કરી દેવાતા રેલી સ્થળે કોઈ ફરક્યું જ નહી અને ડીટેઈન કરાયેલા લોકોને જ્યાં લઈ જવાયા. તે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે 200થી વધુ આદિવાસીઓ પહોંચ્યા હતા. પોલીસે આદિવાસીઓની યાત્રાને નિષ્ફળ બનાવવા જ તેના આયોજકોની અટકાયત કરી હતી. આગામી 20, 21, 22 તારીખે કેવડિયા અને ગરુડેશ્વર તાલુકા બંધનું આદિવાસીઓએ એલાન કર્યું છે.