GSTV

કોરોનાગ્રસ્ત બનેલા બે ટેનિસ ખેલાડી Tennis ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા

Last Updated on August 20, 2020 by pratik shah

કોરોના વાયરસને કારણે આ વર્ષની ઘણી Tennis ટુર્નામેન્ટ રદ કરવાની અથવા તો મુલતવી રાખવાની ફરજ પડી છે. આ ઉપરાંત એવું પણ બન્યું છે જ્યારે કોઈ ખેલાડીએ કોરોના અને લોકડાઉનને કારણે વિવિધ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હોય

Tennis

યુએસ ઓપનમાં નહીં રમવાનો નિર્ણય

ગયા વર્ષના યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રફેલ નડાલ (મેન્સ) અને બિયાંકા (વિમેન્સ)એ આ વખતની યુએસ ઓપનમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. તો નોવાક યોકોવિચ જેવા Tennis ખેલાડી પણ છે જે કોરોના વાયરસમાં પોઝિટિવ આવ્યા હતા પરંતુ તેમણે યુએસ ઓપનમાં રમવા માટે ન્યૂયોર્ક જવાનો નિર્ણય લીધો છે.

કોરોના પોઝિટિવના સંપર્કમાં ટુર્નામેન્ટ માંથી બહાર

એવામાં યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ અગાઉ યોજાયેલી વેસ્ટર્ન અને સધર્ન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાંથી બે Tennis ખેલાડીઓને બહાર કરી દેવાયા છે જે કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા હતા. આયોજકોએ બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે બે ખેલાડીઓને ટુર્નામેન્ટમાંથી બહાર કરીને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તેમના નામો જાહેર કરાયા નથી. ટુર્નામેન્ટ સામાન્ય રીતે સિનસિનાટીમાં થાય છે, પરંતુ કોરોનાને કારણે આ વર્ષે આ ટુર્નામેન્ટ ન્યૂયોર્કમાં યોજાઇ રહી છે.

31 ઓગસ્ટથી શરૂ થશે યુએસ ઓપન

દરમિયાન યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ ન્યૂયોર્કમાં 31મી ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ વખતે ઘણા ખેલાડીઓએ તેમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કરતાં ભારતના સુમિત નાગલને તેનો લાભ થયો છે કેમ કે તેને હવે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં રમ્યા વિના જ સીધી મેઇન ડ્રોમાં એન્ટ્રી મળી ગઈ છે. વિશ્વમાં મોખરાના 128 ક્રમાંકિત ખેલાડીઓને આ વખતની યુએસ ઓપનમાં આપોઆપ એન્ટ્રી આપી દેવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Related posts

ભગવાનના દ્વાર ખુલશે / ભગવાન કૃષ્ણના ભક્તો માટે ખુશખબર, આવતીકાલથી ખુલ્લુ મુકાશે દ્વારકાધીશ મંદિર

GSTV Web Desk

ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાનો વાણી વિલાસ આવ્યો સામે, અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિરુદ્દ કરી વિવાદિત ટિપ્પણી

GSTV Web Desk

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!