GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

એકલા તમે જ નથી દંડાતા, સીએમ રૂપાણીની કારના 2 અને અમદાવાદના મેયરની ગાડીના 4 મેમો ફાટ્યા

છેલ્લા 24 કલાકથી મુખ્યમંત્રી વિજય રૂપાણી જે કારમાં સવાર થઇ રહ્યા હોય છે તે કારના પીયુસી અને અન્ય બાબતોને લઈને સોશિયલ મીડિયામાં અફવા ચાલુ થઇ હતી. જેનો ભાજપ અને પરિવહન મંત્રી આર સી ફળદુએ ખુલાસો કરવો પડ્યો હતો. પરંતુ પરંતુ સીએમ જે વાહન ઉપયોગ કરે છે તેના ૨ મેમો તો અમદાવાદના મેયર જે વાહન ઉપયોગ કરે છે તેના ૪ ઈ મેમો બન્યા છે. ૯ મહિનાથી વધારે સમય વીતવા છતાં તેનો હજી દંડ ભરાયો નથી.

છેલ્લા 24 કલાકથી મુખ્યમંત્રી જે વાહન ઉપયોગમાં લઇ રહ્યા છે તે વાહનમાં પીયુસી અને વીમો નહિ હોવાના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેને લઈને ગઈકાલે ભાજપે તો આજે પરિવહન મંત્રી રણછોડ ફળદુ દ્વારા ખુલાસો કરવો પડ્યો હતો. હવે એ જ કારને લઈને નવી વાત સામે આવી છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી જે સ્કોર્પયો કારનો ઉપયોગ કરી રહ્યા છે. જેનો નંબર GJ 18 G ૯૦૮૫ છે, તે વાહનના ૨ ઈ મેમો જનરેટ થયેલા છે જેની ભરપાઈ હજી સુધી થઇ નથી.

અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એટલે કે મયેર બીજલ પટેલ જે વાહન ઉપયોગ કરી રહ્યા છે જેનો નંબર GJ 01 GA ૯૯૩૩ જેના પણ નિયમ તોડવા બદલ ૪ મેમો જનરેટ થયા હોવાની માહિતી સામે આવી છે. આમ તો નેતાઓ પોતે વાહન ચલાવતા નથી જેથી સીધી રીતે તેની જવાબદારી બનતી નથી તેના વાહન ચાલક અને એ બાદ જે વહીવટી તંત્ર એ વાહનોની સાર સંભાળ લેતા હોય છે તેની જવાબદારી બનતી હોય છે જેના કારણે આવા વિવાદ સર્જાઈ રહ્યા છે.

વિજય રૂપાણી ગત ૨૦૧૮ ડીસેમ્બરની 17 અને ૨૧ તારીખે મુખ્યમંત્રીની કારના ૨ મેમો જનરેટ થયા છે. પહેલો મેમો ૧૦૦ જયારે એ બાદનો બીજો મેમો ૩૦૦ રૂપિયાનો જનરેટ થયો છે. 17 ડીસેમ્બરના દિવસે જે મેમો જનરેટ થયો છે તે ઇન્દિરા બ્રીજ પર રેડ લાઈટ સિગ્નલ ક્રોસ કરવા માટે મેમો બન્યો છે. જેનો નોટીસ નંબર IND115_2018121714575_F27EF છે.

જયારે ૨૧ ડીસેમ્બર ૨૦૧૮ના દિવસે શાસ્ત્રી નગર ખાતે રેડ લાઈટ સિગ્નલ ક્રોસ કરવા માટે જનરેટ થયો છે. જેમાં દંડની રકમ ૩૦૦ રૂપિયા લખવામાં આવી છે. જેનો નોટીસ નંબર SAS115_2018122114109_9D938 છે. અમદાવાદ શહેર પોલીસની ઈ-ચલણ ચેક કરવાની વેબસાઈટ છે તેમાં પણ આ માહિતી ઉપલબ્ધ છે. તો આજ રીત અમદાવાદના મેયર બીજલ પટેલ જે વાહન ઉપયોગ કરી રહ્યા છે તે વાહનના પણ ૪ મેમો જનરેટ થયેલા છે. જેની ૧૨૦૦ રૂપિયાની ભરપાઈ હજી પણ બાકી હોવાનું સરકારી વેબસાઈટ જણાવી રહી છે.

બીજલ પટેલની સરકારી કારના એલજી હોસ્પિટલ, સરદાર પટેલ સ્ટેચ્યુ, ખમાસા અને પાલડી રેડ લાઈટ વયોલેશનની બેદરકારી બદલ આ મેમો જનરેટ આમ તો આ મેમો જનરેટ થવા બદલ તેના વાહન ચાલકની સીધી જવાબદારી બને છે. પરંતુ તેની ગંભીર બેદરકારી એ છે કે એ વાહન ચાલક દ્વારા મેમો ભર્યા નથી. સામાન્ય નાગરિક મેમો ભર્યા વગરના વાહન રસ્તા પર નીકળે તો તેની પાસે કડકાઈ થી ઉઘરાણી કરવામાં આવે છે પરંતુ સરકારી હોદ્દા અને એ પણ શહેર કે રાજ્યના મુખ્ય હોદ્દા પર રહેલા નેતાઓના વાહન ચાલકો આ અંગે બિલકુલ ગંભીર નહિ હોવાનું સામે આવી રહ્યું છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં મોડી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ, પાટણમાં નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 10,00,000ને પાર, રિકવરી રેટ 63.25 ટકા

Mansi Patel

પાકિસ્તાની યુવતી સાથે સોશિયલ મીડિયામાં પ્રેમ થતા યુવાન કચ્છથી પાકિસ્તાન જવા નીકળ્યો હોવાનો દાવો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!