GSTV
Home » News » અયોધ્યામાં 144ની કલમ : સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર, તંત્ર અેલર્ટ

અયોધ્યામાં 144ની કલમ : સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર, તંત્ર અેલર્ટ

શિવસેના જેવી રીતે રામમંદિરના મુદ્દાને લઈને આક્રમક બની છે. તેના કારણે માનવામાં આવે છે કે તે ક્યાંકને ક્યાંક ભાજપના કેન્દ્રીય મુદ્દાઓને પોતાના હાથમાં લેવાની કોશિશ કરી રહી છે. સામાન્ય રીતે ભાજપના ચૂંટણી ઢંઢેરા અને વિઝન ડોક્યુમેન્ટમાં રામમંદિરનો મુદ્દો છેલ્લા ઘણાં વર્ષોથી સામેલ છે. 2014માં રામમંદિરના મામલાએ ભાજપની જીતમાં ખાસી અસરકારક ભૂમિકા પણ નિભાવી હતી. પરંતુ હવે લાગી રહ્યું છે કે આ મુદ્દો શિવસેનાનો છે.  કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે અયોધ્યામાં 144ની કલમ લાગુ કરી દેવામાં અાવી છે. શનિવારે અયોધ્યામાં સ્કૂલો અને કોલેજો પણ બંધ રાખવામાં અાવી છે. અયોધ્યામાં 50 સુરક્ષા કેમ્પ લગાવવામાં અાવ્યા છે. મોટી સંખ્યામાં પોલીસબળ ગોઠવાયું છે. શિવ સૈનિકોને લઇને અેક 22 ડબ્બાની ટ્રેન અયોધ્યા પહોંચી છે.

ભાજપને આ મુદ્દામાં બક્ષવાના મૂડમાં નથી

ખુદ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેનું અયોધ્યા પહોંચવું દર્શાવે છે કે તેઓ ભાજપને આ મુદ્દામાં બક્ષવાના મૂડમાં નથી અને ભાજપની સાથે રહીને તેઓ રામમંદિર મામલે પડકાર ફેંકતા રહેશે. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે કહ્યુ હતુ કે ભાજપે 2014માં કાશ્મીર વિવાદ, કલમ-370 હટાવવી અને અયોધ્યામાં રામમંદિર નિર્માણનો વાયદો કર્યો હતો. મોદી સરકારને ચાર વર્ષથી વધુ સમય કેન્દ્રની સત્તામાં આવ્યાને થયો છે. પરંતુ હજી સુધી નિર્માણ કાર્ય શરૂ થઈ શક્યું નથી. આ મામલો  કોર્ટમાં છે.

 શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેએ તેની જવાબદારી લીધી હતી

જ્યારે કોઈ બાબરી ધ્વંસની જવાબદારી લેવા તૈયાર ન હતું ત્યારે શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેએ તેની જવાબદારી લીધી હતી. મહત્વપૂર્ણ છે કે 1993માં બાળાસાહેબ ઠાકરેએ બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા બાદ એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે બાબરી તોડવી ગૌરવની વાત હતી, શરમની નહીં. મંદિર મસ્જિદની નીચે હતું. અમે મંદિરને ઉપર લઈ આવ્યા છીએ. તમે ઈતિહાસ જોશો, તો ખબર પડશે કે ભારતમાં બાબર અથવા જેટલા મુસ્લિમ શાસક આવ્યા… તેમણે આપણા મંદિરો તોડી પાડીને મસ્જિદો બનાવી દીધી. આપણું કર્તવ્ય છે કે આવી મસ્જિદોને તોડીને મંદિરોને ઉપર લાવવામાં આવે.

શિવસેનાએ પણ જોરશોરથી રામમંદિર નિર્માણની માગણી ઉઠાવી છે

21થી 23 ઓક્ટોબર વચ્ચે લખનૌથી અયોધ્યા કૂચ કાઢવામાં આવી હતી. આ કૂચ વીએચપીમાંથી અલગ થઈને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ બનાવનારા પ્રવીણ તોગડિયાની આગેવાનીમાં આયોજીત થઈ હતી. તોગડિયા બાદ એનડીએમાં રહીને જ ભાજપ અને મોદી સરકારના વિરોધ પક્ષ તરીકે કામ કરી રહેલા તેમના સાથીપક્ષ શિવસેનાએ પણ જોરશોરથી રામમંદિર નિર્માણની માગણી ઉઠાવી છે.

ઉદ્ધવ ઠાકરે દ્વારા પહેલે મંદિર ફિર સરકારનું સૂત્ર 

અપવાદરૂપ કિસ્સાઓમાં મુંબઈની બહાર જતા શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની બે દિવસની મુલાકાતે છે. સેંકડોની સંખ્યામાં શિવસૈનિકો પણ જય ભવાની-જય શિવાજી અને જય શ્રીરામના સૂત્રોચ્ચાર વચ્ચે અયોધ્યા પહોંચ્યા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા પહેલે મંદિર ફિર સરકારનું સૂત્ર આ મામલે ભાજપને ચોતરફા ઘેરવાની રાજકીય રણનીતિ હોવાનું જાણકારોનું માનવું છે. શિવસેનાએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે તેઓ રામમંદિરના નામે વોટ માંગવાના નથી.. પણ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે 1992 બાદ શિવસેનાને હવે ભગવાન રામની આટલી મોટી યાદ કેમ આવી છે?

Related posts

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!