GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

2 લાખ લોકોની આ સેક્ટરમાં વ્હાઈટ કોલર જોબ જશે, 60થી 70 લાખ લોકોને આપે છે રોજગારી

કોરોના વાયરસના રોગચાળાને કારણે રિયલ્ટી કંપનીઓને વેચાણ ઘટવાને કારણે સ્ટાફ છૂટો કરવાની અને વેતન ઘટાડવાની ફરજ પડશે. આગામી મહિનાઓમાં વેચાણ ધીમું થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, આ કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે વિવિધ પગલાં લેવાની વિચારણા કરી રહી છે. નિષ્ણાંતોએ આ વિશે માહિતી આપી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નોટબંધી, રીઅલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (રેરા), ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) જેવી નવી વ્યવસ્થાઓના અમલીકરણથી ઉભી થતી મુશ્કેલીઓ તથા મંજૂરીઓ મેળવવામાં વિલંબ થવાને કારણે રિયલ એસ્ટેટ સેક્ટર છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મુશ્કેલીઓને સામનો કરી રહ્યું છે.

ધારણા અને વેચાણને અસર કરે છે

દરમિયાન, કોરોના વાયરસ રોગચાળાએ રિયલ એસ્ટેટ સેક્ટરની સમસ્યાઓમાં વધારો કર્યો છે, જે ખરીદદારોની ધારણા અને વેચાણને અસર કરે છે. ઉદ્યોગના અંદાજ મુજબ, રિયલ એસ્ટેટ સેક્ટર 60-70 લાખ લોકોને રોજગારી આપે છે, જેમાં ત્રણ લાખ વ્હાઇટ-કોલર કામદારો શામેલ છે. માય હાયરિંગ ક્લબ ડોટ કોમ અને સરકારી- નોકરી. કોમ ઇન્ફોનાં અનુમાન અનુસાર રિયલ એસ્ટેટ સેક્ટરના લગભગ બે લાખ કર્મચારીઓને (વ્હાઇટ-કોલર સહિત) કોરોનો વાયરસ સંકટને કારણે નોકરીમાંથી કાઢી મુકવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે આ સેક્ટરમાં અત્યાર સુધીમાં 60 હજારથી વધુ લોકોને છુટા કરવામાં આવ્યા છે.

સીધી અસર કંપનીઓની નફા પર થશે

કન્સલ્ટન્સી કંપની પ્રોપકંસિલિયમ ઇન્ફ્રાટેકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) રાજેશ કુમારે પીટીઆઈને કહ્યું, “આ ક્ષેત્રના વેચાણ પર વ્યાપક અસર થઇ રહી છે અને તેની સીધી અસર કંપનીઓની નફા પર થશે.” . બાકી પેમેન્ટમાં ડિફોલ્ટ થવાની સંભાવના પણ છે.

જુલાઈના અંત સુધીમાં વધીને 35.07 ટકા થઈ જશે

તેમણે કહ્યું, “પહેલેથી જ મોટાભાગના બિલ્ડરોને રોકડની અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને તેથી તેઓ હવે ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ આ માટે સ્ટાફની છટણી કરીને ઓફિસો બંધ કરી રહ્યા છે. એક જાણીતી રિયલ એલ્ટેટ કંપનીને નોકરી અને પગાર બંનેમાં 15-20 ટકાનો ઘટાડો કરવાની ફરજ પડી છે. નોન-બ્રોકિંગ રીઅલ એસ્ટેટ રિસર્ચ કંપની લિયસેસ ફોરાસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉનનાં દરેક મહિનામાં 8.3 ટકાનું નુકસાન થયું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જૂનના અંત સુધીમાં, રેસિડેન્સિયલ બજારમાં થતી આવકની ખોટ 26.58 ટકા રહેશે, જે જુલાઈના અંત સુધીમાં વધીને 35.07 ટકા થઈ જશે.

READF ALSO

Related posts

સુરત: જૈનાચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા

Bansari

‘મર્દ’ને Coronaની ‘ઝંઝીર’ મુક્તિ માટે ફેન્સ ઇશ્વરની ‘અદાલત’માં, બિગ બી માટે દેશ કરી રહ્યો છે પ્રાર્થના

Arohi

અનેક દેશ ખોટી દિશામાં વધી રહ્યાં છે આગળ, કોરોનામાં નિષ્ફળ ગયા તો મોતના આંકનું વાવાઝોડું આવશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!