ગરીબ વર્ગના લોકોને પણ વીમા કવર મળે તે હેતુથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક યોજના લોન્ચ કરી હતી. તેનું નામ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) છે. આ યોજના અંતર્ગત ફક્ત 2 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ચુકવવા પર 2 લાખ રૂપિયાનો વીમા કવર મળે છે. દર મહિનાના હિસાબે જોઇએ તો તમારે ખિસ્સામાંથી દર મહિને ફક્ત 1 રૂપિયો જ ચુકવવાનો છે.
જાણો શું છે મોદી સરકારની આ યોજના

જો કે પ્રીમિયમ વાર્ષિક આધારે કપાય છે. તમારે 12 રૂપિયા એક સાથે ચુકવવાના છે. દર વર્ષે 31 મે સુધી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ કપાઇ જાય છે. પરંતુ મેના અંતમાં તમારા બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ નહી હોય તો પોલીસી રદ થઇ શકે છે.જો તમે વર્ષની અધવચ્ચે પણ વીમા યોજના સાથે જોડાઓ છો તો પણ તમારુ પ્રીમિયમ 31મે સુધી જ માન્ય રહેશે. તમને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રીમિયમ કપાવાની જાણકારી મળતી રહેશે.
યોજનાના ફાયદા

વીમાધારકનું જો એક્સીડેન્ટમાં મૃત્યુ થઇ જાય અથવા વિકલાંગ થઇ જાય તો 2 લાખ રૂપિયાની રકમ તેના આશ્રિતને મળે છે. જો સ્થાયી રૂપે આંશિક વિકલાંગ થઇ જાય તો તેને એક લાખ રૂપિયાની રકમ ચુકવવામાં આવે છે. આ યોજનામાં 18થી 70 વર્ષની ઉંમર સુધીના લોકો જોડાઇ શકે છે. જો તમે સ્કીમ સાથે જોડાવા માગતા હોવ તો તેના માટે બેન્ક એકાઉન્ટ હોવુ જરૂરી છે. બેન્ક એકાઉન્ટ સાથે ડિજિટલ રીતે જ સ્કીમ ખરીદી શકે છે. તે બાદ દર વર્ષે પ્રીમિયમના પૈસા કપાતા રહેશે. આ ઉપરાંત તમે બેન્ક બ્રાન્ચ જઇને પણ સ્કીમ સાથે જોડાઇ શકો છો.
Read Also