GSTV
Home » News » અમેરિકામાં હિટ એન્ડ રનમાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં કમકમાટીભર્યા મોત

અમેરિકામાં હિટ એન્ડ રનમાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં કમકમાટીભર્યા મોત

ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે ભારતીય વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. હિટ એન્ડ રનમાં મૃત્યુ પામેલા બંને ભારતીય વિદ્યાર્થીઓના અંતિમ સંસ્કાર ભારતમાં થાય તે માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 42 હજાર ડોલરનું ફંડ એકઠું કર્યું હતું.

અમેરિકાના ટેનેસી રાજ્યમાં એક પીકઅપ ટ્રકની હડફેટે બે ભારતીય વિદ્યાર્થીઓ આવી ગયા હતા. 23 વર્ષીય જૂડી સ્ટેન્લી અને 26 વર્ષનો વૈભવ ગોપીશેટ્ટી ટેનેસી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર કોલેજમાં ખાદ્યવિજ્ઞાાનનો અભ્યાસ કરી રહેલાં બંને વિદ્યાર્થીઓના હિટ એન્ડ રનમાં મોત થયા હતા.

પોલીસે આપેલી વિગત પ્રમાણે એક કારને ટ્રકે હડફેટે લીધી હતી. એ વખતે ઘટનાસૃથળે જ આ બંનેના મોત થયા હતા. તેમના ભારતીય મૂળના પ્રોફેસર ભારત પોખરેલે જણાવ્યું હતું કે બંને ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થીઓ હતા. વૈભવ ટૂંક સમયમાં ફૂડના ક્ષેત્રમાં મહત્વનું સંશોધનપત્ર રજૂ કરવાનું વિચારતો હતો. જ્યારે જૂડી મીડલક્લાસ પરિવારમાંથી આવતી હતી અને ખૂબ જ મહેનતું છોકરી હતી.

જોકે, ભારતના ક્યા રાજ્યના આ બંને વિદ્યાર્થીઓ હતા, તે વિશે યુનિવર્સિટીએ કોઈ જાહેરાત કરી ન હતી. ડીએનએ ટેસ્ટના આધારે રીપોર્ટ તૈયાર કરીને તેમના પરિવારને જાણ કરવામાં આવી હોવાનું પોલીસના નિવેદનમાં કહેવાયું હતું.

પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત કરનારા ટ્રક ડ્રાઈવરે સરેન્ડર કર્યું હતું. થેન્કગિવિંગના દિવસે થયેલા આ માર્ગ અકસ્માત પછી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બંને ભારતીય વિદ્યાર્થીઓના અંતિમ સંસ્કાર ભારતમાં થાય તે માટે 42,000 ડોલરની રકમ એકઠી કરી આપી હતી.

Read Also

Related posts

LICના ગ્રાહકો માટે આવી ખુશખબર, હવે ઓનલાઈન પેમેન્ટ પર પણ નહીં લાગે કોઈ ચાર્જ

Karan

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan

2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!