GSTV
Home » News » VIDEO : દ્વારકા મંદિરે પ્રથમવાર લીધો એવો નિર્ણય કે સૌ ચોંકી ગયા

VIDEO : દ્વારકા મંદિરે પ્રથમવાર લીધો એવો નિર્ણય કે સૌ ચોંકી ગયા

જગત મંદિરમાં ધજા પૂજનનું પણ અનોખું મહત્વ છે. દ્વારકાધીશના મંદિર પર ફરતી ધજાને અનેક કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. આ ધજા નાની નહીં પરંતુ 52 ગજની હોય છે. મોટી ધજા પાછળ પણ રોચક કથા છે. દ્વારકાનગરમાં 56 યાદવોએ શાસન કર્યુ હતું. દરેક રાજાને પોતાનો મહેલ હતો અને તેના પર પોતાની નિશાનીરૂપે ધજા હતી. જોકે તેમાંના મુખ્ય શ્રીકૃષ્ણ, બલરામ, અનિરૂદ્ધ અને પ્રદ્યુમન આ ચાર ભગવાન હોવાથી તેમના મંદિરો બનાવવામાં આવ્યા છે. જ્યારે બાકીના 52 યાદવોના પ્રતીક રૂપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે. મંદિર પર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક ચિન્હો છે. જેનો અર્થ એવો કરવામાં આવે છે કે, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે. જો કે સૂર્ય અને ચંદ્ર બંને કૃષ્ણના પ્રતીક છે. અહીં મંદિરમાં દિવસમાં ત્રણ વખત ધજા બદલવામાં આવે છે. સવારે, બપોર અને સાંજે એમ ત્રણ વખત ધજા અબોટી બ્રાહ્મણ દ્વારા બદલવામા આવે છે. દરેક વખતે અલગ અલગ રંગની ધજા ચડાવવામાં આવે છે. જો કે આ તમામ ધજામાં સાત અલગ અલગ રંગ હોય છે. ભગવાન શ્રીકૃષ્ણનો રંગ મેઘ સમાન હોવાથી ધજા મેઘધનુષ્ય સમાન સપ્તરંગી હોય છે. પવન ગમે તે દિશામાં હોય, પરંતુ ધજા હમેશાં પશ્ચિમથી પૂર્વ તરફ જ લહેરાય છે.

વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે વાવાઝોડાનું સંકટ ટાળવા માટે દ્વારકાધીશના મંદિરે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે. એકસાથે બે ધજા ચડાવવાનો આ પ્રથમ પ્રસંગ છે. વાવાઝોડુ શાંત થઈ જાય અને વિનાશ ન વેરે તેવી પ્રાર્થના સાથે એકસાથે બે ધજા ચડાવવામાં આવી. આમ તો ભગવાન દ્વારિકાધીશને 56 ગજની ધજા ચડતી હોય છે ત્યારે વાવાઝોડાના એલર્ટ વચ્ચે મંદિરના ટોચના બદલે થોડીક નીચે લાડવા ડેરા પર ધજા ચડાવવામાં આવી છે.

Related posts

વિકલાંગ કાચબા માટે બનાવાઈ સ્પેશિયલ વ્હીલચેર, લોકોએ કહ્યુ So Cool

Mansi Patel

ચોમાસુ શરૂ થઈ રહ્યું છે ઘરે ગરમ નાસ્તા માટે બનાવો ચટપટા કોર્ન ફુકેટસ

Dharika Jansari

ફ્રૂટમાં સફરજન ન ભાવતા હોય તો તેને અલગ ટેસ્ટમાં બનાવો એપલ પાઈ સેન્ડવિચ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!