કોરોનાના કારણે મોતના આંકડા અને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે વેઈટીંગને લઈને અગાઉ ઘણી વખત સવાલ ઉઠી ચૂક્યાં છે. ગાંધીનગરમાં એક જ એબ્યુલન્સમાં ચાર મૃતદેહ લઈ જવાતા તંત્ર પણ ગંભીર સવાલો ઊભા થયા હતાં. ત્યારે એક વાર ફરી આવી જ ઘટના થલતેજના સ્મશાન ગૃહમાં બની છે. જ્યાં 3 એબ્યુલન્સમાં બે – બે મૃતદેહો લવાતા ગંભીર સવાલો ઊભા થયા છે.

થલતેજના સ્મશાન ગૃમાં 3 એબ્યુલન્સમાં બે-બે કોવિડ ડેડબોડી લાવવામાં આવી હતી. આ પ્રકારે 3 એમ્બ્યુલન્સમાં એકથી વધુ મૃતદેહ લવાતા ફરીથી કોરોનાના કારણે મોતના આંકડાઓ સવાલ ઉઠી રહ્યાં છે. એવું નથી કે કોરોનાના કારણે મોતના આંકડાઓ પર પ્રથમ વખત સવાલ ઊઠી રહ્યો છે. આ પહેલાં પણ ઘણી વખત આ પ્રકારે મોતનો મલાજો ન જળવાતા હોય એવા દ્રશ્યો સામે આવી ચૂક્યાં છે.
અગાઉ ગાંધીનગરમાં પણ એક જ એબ્યુલન્સમાં ચાર મૃતદેહો લઈ જવાયા હતાં
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગાંધીનગરના સેક્ટર-30ના મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે એક જ એબ્યુલન્સમાં 4 મૃતદેહો લઇ જવાતા સિવિલ હૉસ્પિટલના તંત્ર દ્વારા મોતનો મલાજો ના પળાતા લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે એક વાર ફરી આવી જ ઘટના સામે આવી છે.

ગાંધીનગરમાં પણ સ્મશાનગૃહમાં ભર બપોરે અંતિમ ક્રિયા માટે વેઈટિંગ
નોધનીય છે કે, બીજી બાજુ ગુજરાતના પાટનગર ગાંધીનગરની હાલત પણ એટલી જ ખરાબ છે. રાજ્યમાં બેહાલ કોરોનાની સ્થિતિથી પાટનગર ગાંધીનગર પણ બચ્યું નથી અને ગાંધીનગરના સ્મશાનમાં ભર બપોરે અંતિમ ક્રિયા માટે 20 મૃતદેહોનું વેઈટિંગ જોવા મળ્યું છે. ગાંધીનગરના સેકટર 30માં આવેલા સ્મશાનમાં ભર બપોરે બે વાગ્યે પણ આઠ-દશ નહીં પરંતુ 20 મૃતદેહો અંતિમ ક્રિયા માટે વેઈટિંગમાં જોવા મળ્યાં હતાં. અત્યંત હ્રદયદ્વાવક અને હચમચાવી દે તેવાં આ દ્રશ્યો મોતનું તાંડવ દર્શાવવા પુરતા છે. સ્મશાનમાં સતત ચિતાઓ સળગતી રહે છે અને તેમાં માત્ર મૃતદેહો બદલાય છે. તેમ છતાં 20 મૃતદેહો તો હજુ વેઈટિંગમાં જોવા મળી રહ્યાં છે. હાલમાં આવી દયનીય સ્થિતિ ગાંધીનગરની જોવા મળી રહી છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં જ નવા કેસ 10 હજારને પાર
ગુજરાતમાં ગત રોજ શનિવારના દિવસે 9541 નવા કેસો આવ્યાં હતાં કે જે 10 હજારને નજીક આવી પહોંચ્યા હતાં ત્યારે આખરે આજ રોજ રવિવારના નોંધાયેલા નવા કેસનો આંકડો 10 હજારને પાર થઇ ગયો છે. આજ રોજ રાજ્યમાં કોરોનાના નવા 10,340 કેસો નોંધાયા છે. જેને અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે આજે મોતનો આંકડો પણ 100 ને પાર થઇ ગયો છે. એટલે કે આજ રોજ નવા 110 લોકોના મોત નિપજ્યાં છે.
રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં હવે સ્થિતિ અત્યંત ગંભીર થતી જોવા મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 3694, સુરતમાં 2425 અને રાજકોટમાં 811 નવા કેસો નોંધાયા છે.

કુલ 5377 દર્દીઓના મોત
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 110 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં 28-28, રાજકોટમાં 11 અને વડોદરામાં 10 દર્દીઓ સહિત આજ રોજ નવા 110 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 5377 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.
READ ALSO :
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન