GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

સીબીઆઈના 2 અધિકારીઓ આવ્યા કોરોના પોઝિટીવ, દેશમાં કોરોના બની રહ્યો છે બેકાબૂ

Corona

ભારતભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશમાં દિવસે દિવસે સંક્રમણના કેસો અને મોતના આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે. તો સાથે ડોક્ટરો, પોલીસ કર્મચારીઓ સહિતના અધિકારીઓ પણ આ વાયરસનો સામનો કરી રહ્યા છે, ત્યારે મળતા અહેવાલ અનુસાર સીબીઆઈના બે અધિકારીઓ કોરોના પોઝિટિવિ થયા હોવાનું સામે આવ્યું છે.

CBI કડક પ્રક્રિયાઓનું પાલન કરી રહી છે

સીબીઆઈ તરફથી અપાયેલી માહિતી અનુસાર, આજે બે અધિકારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે સાથે જ જણાવ્યું છે કે, આ બંને અધિકારીઓ પ્રોટોકોલ અનુસાર ક્વોરન્ટાઈનમાં છે અને CBI પણ કડક પ્રક્રિયાઓનું પાલન કરી રહી છે. આ પ્રક્રિયાઓ હેઠળ સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવા સહિતની બાબતો સામેલ છે. દેશમાં કોરોના પોઝિટીવનો આંક 1.95 લાખે પહોંચી ગયો છે. દિવસેને દિવસે કોરોનાના આંક વધી રહ્યાં છે. સૌથી વધારે કેસો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત અને દિલ્હીમાં આવી રહ્યાં છે. આ 4 રાજ્યોએ મોદી સરકારના આયોજનો પર પાણી ફેરવી દીધું છે.

તામિલનાડુમાં સૌથી વધુ સંક્રમિત ચેન્નઈ

દેશમાં તામિલનાડુમાં સંક્રમણનો આંક સતત બીજા દિવસે પણ 1100થી વધારે આવ્યો છે. તામિલનાડુમાં 2 અઠવાડિયા પહેલા 11,760 કેસ હતા. જે આજે બે અઠવાડિયામાં ડબલથી પણ વધી ગયા છે. તામિલનાડુમાં સૌથી વધુ સંક્રમિત ચેન્નઈ છે. જ્યાં પોઝીટીવ કેસનો આંક 15 હજારને પાર થયો છે. દેશમાં સૌથી વધુ સંક્રમિત શહેરોમાં મુંબઈ બાદ બીજા નંબરે ચેન્નઈ આવે છે. મુંબઈમાં સંક્રમિતનો આંક 40 હજાર નજીક છે. જ્યારે બીજા નંબરે ચેન્નઈ આવે છે. ચેન્નઈમાં સૌથી વધારે 967 પોઝીટીવ આવતાં આંક 15766 થયો છે. જેમાંથી 8000થીવધારે લોકો સાજા પણ થયા છે. ચેન્નઈમાં 141 લોકોના મોત થયા છે. ચેન્નઈ બાદ ચેગલપટ્ટુમાં પણ કોરોના સંક્રમણના આંક 1220 થયા છે. જ્યારે થિરુવલ્લુરમાં પણ કોરોના સંક્રમણનો આંક 1000 નજીક પહોંચી ગયો છે.

READ ALSO

Related posts

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

Harshad Patel

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!