GSTV

ફરી એકવખત સૌરાષ્ટ્ર પંથકમાં ધરા ધ્રુજી, જામનગર પંથકમાં 2.8ની તિવ્રતાનો આવ્યો ધરતીકંપ

ફરી એકવખત સૌરાષ્ટ્ર પંથકમાં ધરા ધ્રુજી છે. આ વખતે જામનગર પંથકમાં ધરતીકંપનો હળવો આંચકો અનુભવ્યો છે. રિકટર સ્કેલ પર આંચકાની તિવ્રતા 2.8 જેટલી નોંધાઇ છે. તો આ આંચકાનું કેન્દ્ર બિંદુ જામનગરથી 25 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. સાંજે 7 વાગીને 16 મિનિટે આવેલા આંચકાનો ઘણા લોકોએ અનુભવ પણ કર્યો હતો.

આરોગ્ય અને પરિવાર કલ્યાણની વેબસાઈટ પર ફાર્માસિસ્ટ ભરતીના નિયમોમાં છબરડો

આરોગ્ય અને પરિવાર કલ્યાણની વેબસાઈટ પર ફાર્માસિસ્ટના ભરતી નિયમોમાં છબરડો બહાર આવ્યો છે. જેમાં ફાર્માસિસ્ટ માટે ડી.ફાર્મ લાયકાત દર્શાવતી લાઈન વેબસાઈટ પરથી અદ્રશ્ય થઇ ગઇ છે. પંચમહાલ અમરેલી આણંદ જીલ્લા પંચાયત દ્વારા ફાર્માસિસ્ટ માટે બી. ફાર્મ લાયકાત માગતા વિવાદ સર્જાયો છે.જેથી ડી ફાર્મ થયેલા ઉમેદવારો ભરતીથી બાકાત થઇ ગયા છે. જ્યારે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ફાર્માસિસ્ટની પોસ્ટ માટે ઓરિજિનલ ભરતી નિયમોમાં ડી. ફાર્મ છે લાયકાત છે. જ્યારે વેબસાઈટ ઉપર ફક્ત બી. ફાર્મ લાયકાત દર્શાવાઇ છે. આ ભૂલ 4 એપ્રિલ 2016થી ચાલતી આવી છે.

READ ALSO

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!