2.0: રજનીકાંતને સાઉથમાં ભગવાન માને છે એની સાબિતી તમારે જોવી હોય તો આ વીડિયો જુઓ

ઘણા સમયથી જે ફિલ્મની દર્શકો રાહ જોઈ રહ્યાં હતા એ રિલિઝ થઈ ચૂકી છે. રજનીકાંતની ફિલ્મ 2.0 રિલિઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. સિનેમાહોલનાં અમુક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે કે જેમાં ફેન્સ ઘેલા થઈને નાચી રહ્યાં છે. રજનીકાન્તની એન્ટ્રી થઈ નથી કે દર્શકો બેકાબુ થતા જોવા મળે છે.

સાઉથમાં રજનીકાંતને બધા ભગવાન માનીને પુજે છે. આ વાતની સાબિતી ફિલ્મ રિલિઝ થતા જોવા મળી છે. આ વખતે પણ દર વખતની જેમ જ સિનેમાહોલથી લઈને બહાર સુધી બધે જ ઢોલ-નગારા લઈને નાચતા જોવા મળે છે.

સિેનેમાહોલની અંદર શું શું હગામાં થયા એ ટ્વીટર પર વીડિયો સ્વરૂપે જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે ફિલ્મને 3 મિનિટ રોકવી પડી, થલાઈવાનો પહેલો જ સીન આવતા ફેન્સે આ રીતે ઉજવણી કરી. અને બીજો પણ એક વીડિયો અજય રાઠી નામનાં શખ્સે શેર કર્યો છે કે જે સિનેમાહોલની અંદરનો છે અને તમે એ જોઈને અંદાજો લગાવી શકો કે લોકો રજનીકાંતને કેટલો પ્રેમ કરે છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter