સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 રીલીઝ થતાં જ બૉક્સઑફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મના હિન્દી વર્ઝનના આંકડા સામે આવ્યાં છે. આ સાથે જ 2.0એ ફિલ્મ બાહુબલી નો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટ અનુસાર, ફિલ્મના હિન્દી વર્ઝને 6 દિવસોમાં 122.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે પહેલા જ દિવસે એટલે કે ગુરુવારે 20 કરોડ 25 લાખ રૂપિયા, શુક્રવારે 18 કરોડ, શનિવારે 25 કરોડ અને રવિવારે 34 કરોડ રૂપિયાની કમાણી કરી. સાથે જ સોમવારે 13.75 કરોડ અને મંગળવારે 11.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
#2Point0 sets the BO on ???… Double digits yet again on Day 6 [Tue]… The trending on weekdays is EXCELLENT… Thu 20.25 cr, Fri 18 cr, Sat 25 cr, Sun 34 cr, Mon 13.75 cr, Tue 11.50 cr. Total: ₹ 122.50 cr. India biz. Note: HINDI version.
— taran adarsh (@taran_adarsh) December 5, 2018
જણાવી દઇએ કે બાહુબલીના હિન્દી વર્ઝનનું લાઇફટાઇમ કલેક્શન 117 કરોડ હતુ. 2.0એ રીલીઝ થયાંના 6 દિવસમાં જ બાહુબલી-1નો લાઇફટાઇમ કલેક્શનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
પહેલાં જ દિવસે કરી 100 કરોડની કમાણી
રમેશ બાલાના ટ્વિટ અનુસાર ફિલ્મે પહેલા જ દિવસે 100 કરોડની ઓવરઓલ કમાણી કરી લીધી હતી. દેશ ને વિદેશમાં વિભિન્ન ભાષાઓમાં ફિલ્મ રિલિઝ કરવામાં આવી છે.
અક્ષય કુમારે બનાવ્યો આ રેકોર્ડ
સુપરસ્ટાર રજનીકાન્તની ફિલ્મ 2.0માં અક્ષય કુમારે મુખ્ય વિલનનો રોલ નિભાવ્યો છે. ફિલ્મનું બજેટ આશરે 540 કરોડ રૂપિયા છે. એવુ કહેવાય છે કે ભારતના ઇતિહાસમાં અત્યારસુધીની સર્વાધિક બજેટવાળી ફિલ્મ છે. રિલીઝ પછી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. આ ફિલ્મની સાથે અક્ષયે એક અદ્ભૂત રેકોર્ડ બનાવ્યો છે. 2.0 હિન્દીમાં એવી અક્ષયની કેરિયરની પહેલી ફિલ્મ છે જેને રિલીઝ પછી એક દિવસમા સર્વાધિક કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે.
રજનીકાન્ત અને અક્ષયકુમારની આ ફિલ્મ એક સાઈન્સ ફિક્શન એક્શન ફિલ્મ છે. જેને 14 ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. ફિલ્મ ટેકનીકલ રીતે ખુબજ સ્ટ્રોંગ છે. જે રીતનું Vfx લોકેશન શંકરે આપ્યુ છે તેના વખાણ થાય તેટલા ઓછા છે. વિજ્યુઅલ ટ્રીટ કમાલનું છે. જ્યાં અત્યાર સુધી ફિલ્મોને પાછળથી 3D માં બદલવામાં આવતી આ ફિલ્મ 3Dમાં શૂટ કરવામાં આવી છે.
Read Also
- ઓડિશાના મંત્રીની અંગત કારણોસર થઈ હત્યા, પોલીસે જ ગોળી મારીને ઘટનાને આપ્યો અંજામ
- Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ