GSTV
Home » News » પ્રથમ T-20માં મંધાનાની ફટકાબાજી છતાં ભારતની 23 રને કારમી હાર, જીતની બાજી હારમાં પલટાઈ

પ્રથમ T-20માં મંધાનાની ફટકાબાજી છતાં ભારતની 23 રને કારમી હાર, જીતની બાજી હારમાં પલટાઈ

ન્યૂઝીલેન્ડની સામે 3 ટી20 મેચની સીરીઝની શરૂઆત વેલિંગટનમાં થઈ ગઈ છે, જયાં વેસ્ટપેક સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડે 160 રનનો લક્ષ્ય આપ્યો છે. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રિયા પૂનિયા 4 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. તાજેતરમાં જેમિમાહ અને મંધાના ક્રીઝ પર ટકી રહી બંન્ને જોરદાર બેટિંગ્સ કરી હતી. મંધાનાએ આશરે 24 બોલમાં અર્ધશતક ફટકારી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડીઓ તરફથી ન્યૂઝીલેન્ડની સામે સૌથી તેજ અર્ધશતક છે. જેમાં તેમણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા છે. મંધાનાએ 58 રન બનાવ્યા હતા. એના પછી જેમિમાહ પણ 39 રન બનાવીને પેવેલિયનમાં પાછી ફરી ગઈ. આમ છતાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ 136 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. ટી-20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડ મેચ જીતી ગયું છે.

ભારતે આ મેચમાં વનડે ટીમના કેપ્ટન મિતાલી રાજને જગ્યા આપી નથી

પહેલા બેટીંગ કરતા ન્યૂઝીલેન્ડે ડિવાઈનના 62 અને સેદરવેટની 33, માર્ટિનની 27 રનોની ઈન્ગિંસનો સહારો લઈ 4 વિકેટ પર 159 રન બનાવ્યા. ભારત માટે દિપ્તિ, રેડ્ડી, રાધા અને પૂનમ યાદવએ 1-1 વિકેટ હાંસલ કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ આ મેચમાં વનડે સીરીઝમાં 2-1 થી જીત હાંસલ કર્યા પછી આવી રહી છે. ભારતે આ મેચમાં વનડે ટીમના કેપ્ટન મિતાલી રાજને જગ્યા આપી નથી. ખબર છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ ઈંગ્લેન્ડ સામે આવનારી ઘરેલૂ ટી20 આંતરરાષ્ટ્રીય સીરીઝ પછી ખેલને આ પ્રારૂપથી સંન્યાસ લઈ શકે છે.

7.5 ઓવરમાં 34 રનની અંદર પોતાના 6 વિકેટને ગુમાવી દીધી

વેલિંગટન ટી-20માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ યજમાન ન્યૂઝીલેન્ડથી 23 રનથી હારી ગઈ છે. જોકે 160 રનનું લક્ષ્ય લઈને ઉત્તર ભારતીય ટીમે એક સમયે 11.3 ઓવરમાં ફકત બે વિકેટ ગૂમાવીને 102 રન બનાવી લીધા હતા. ભારતની બીજી વિકેટ સ્મૃતિ મંધાનાની પડી જે 34 બોલ પર સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 58 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. એના પછી ભારતીય ટીમ લડખડાવી અને મેચ 19.1 ઓવરમાં 23 રનથી ગુમાવી બેઠી. મંધાનાના આઉટ થયા પછી ભારતએ આગામી 7.5 ઓવરમાં 34 રનની અંદર પોતાના 6 વિકેટને ગુમાવી દીધી હતી.

મંધાનાએ નવો રેકોર્ડ બનાવ્યો

ટીમ ઈન્ડિયાની ઓપનર સ્મૃતિ મંધાનાએ 24 બોલ પર 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી પોતાનો અર્ધશતક પૂર્ણ કર્યું હતું જો કે ટી-20 ક્રિકેટમાં ભારતીય રેકોર્ડ છે. મજાની વાત એ છે કે આની પહેલા પણ ટી-20 ક્રિકેટમાં સૌથી તેજ અર્ધશતક ફટકારવાનો રેકોર્ડ મંધાનાના નામે હતું. છેલ્લા વર્ષે તેમણે ઈંગ્લેન્ડ સામે 25 બોલ પર અર્ધશતક ફટકારી હતી

Related posts

વાયનાડમાં ગાંધી ગાંધી થઈ ગયું, રાહુલ ગાંધી સામે બીજા ત્રણ ગાંધી મેદાને ઉતરશે

Alpesh karena

ત્રીજો તબક્કો: 2014માં બીજેપીએ એકલા હાથે 62 બેઠકો જીતી હતી, આ વખતે અહીં શંકા છે

Alpesh karena

‘નિરહુઆ’ એ પોતાના ઉમેદવારી ફોર્મમાં ન જણાવી આ વાત, ફરીથી ભરવું પડ્યું પત્રક

Bansari