GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

ચંદ્રયાન-2ની પહેલી તસવીર આવી બહાર, 9 થી 16 જુલાઇ વચ્ચે થશે લૉન્ચિંગ

ઈસરોનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ચંદ્રયાન-2 મિશનનું ટેસ્ટિંગ આખરી તબક્કામાં છે. તમિલનાડુના મહેન્દ્રગિરી અને બેંગ્લોરના બ્યાલાલૂમાં ફાઈનલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ઈસરોની તૈયારી 9 જુલાઈએ લોન્ચિંગ કરવાની છે. ઈસરોના વર્તમાન શિડ્યૂલ મુજબ સ્પેસક્રાફ્ટ 19 જૂને બેંગ્લોરથી રવાના થશે અને 20 કે 21 જૂન સુધીમાં શ્રીહરિકોટાના લોન્ચપેડ પર પહોંચી જશે. ઈસરોએ ચંદ્રયાન-2 મિશનની પહેલી તસવીર બહાર પાડી છે. અમેરિકા, રૂસ અને ચીન પછી ચંદ્ર પર રોવર ઉતારનારો ભારત ચોથો દેશ બનશે.

થ્રીડી મેપથી લઈને પાણીની સુવિધા સુધી અને ખનિજોની તપાસથી લઈને તે જગ્યા પરના લેન્ડિંગ સુધી જ્યાં આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી. ઈસરોએ ચાંદ પર જવાની મોટી તૈયારીઓ કરી રાખી છે. ઈસરોના આ મહત્વકાંક્ષી મિશનની સાથે ઘણા પડકારો પણ છે.

ચંદ્રયાન-2 મિશનને પડનારી મુશ્કેલીઓ ધરતીથી ચાંદની સફર 3,844 કિલોમીટર છે. હવામાંથી પસાર થતી વસ્તુઓ મુખ્ય બાબત છે, જે ચાંદના ગુરુત્વાકર્ષણથી પ્રભાવિત છે. આ ઉપરાંત ચાંદ પર અન્ય વૈજ્ઞાનિકોની સંસ્થાઓની હાજરી અને સોલર રેડિએશનનો પણ તેના પર પ્રભાવ પડવાનો છે.

ઊંડી જગ્યાઓ સુધીનું કોમ્યુનિકેશન
ધીમું કોમ્યુનિકેશન પણ એક મોટી સમસ્યા હશે. કોઈ પણ સંદેશો મોકલવા અને તેને પહોંચવા કેટલોક સમય લાગશે. આ ઉપરાંત અન્ય અવાજો પણ સંદેશાઓને પ્રભાવિત કરી શકે છે

ઇસરોએ ચંદ્રયાન 2નું લૉન્ચિંગ માર્ચ 2018માં નક્કી કર્યું હતું પરંતુ કેટલાક ટેસ્ટ બાદ એપ્રિલ અને પછી ઓક્ટોબર સુધી ટાળવામાં આવ્યું ત્યારબાદ જૂનમાં લૉન્ચિંગનો નિર્ણય લેવામાં આવ્યો.

Related posts

સુશાંત-અંકિતાના ફ્લેટની આ છે સંપૂર્ણ વિગત, ક્યાં છે, કોની પાસેથી હતો ખરીદ્યો અને શા માટે ભરાય છે ઈએમઆઈ

Karan

લોકોને સંક્રમિત કરવા US તૈયાર કરી રહ્યું છે Corona વાયરસ, જાણો શું છે હકીકત

Arohi

આઈપીએલમાં ધોની કયા નંબરે બેટીંગ કરશે તેનો થઈ ગયો ખુલાસો, સીએસકેની ટીમે બદલી રણનીતિ

Karan
Do NOT follow this link or you will be banned from the site!