1 એપ્રિલથી તમારી બેન્ક બદલાઈ જશે કારણ કે 10 સરકારી બેન્કોને મર્જ કરીને ચાર મોટી બેન્ક બનાવવાની કવાયત તેના અંતિમ ચરણમાં છે. 1 એપ્રિલે આ 10 બેન્કોના મર્જરથી ચાર મોટી બેન્કો બનશે જે દેશના નાણાકીય ક્ષેત્રનું સૌથી મોટું મર્જર હશે. ભારતીય રિઝર્વ બેન્કે (RBI)શનિવારે આ મર્જરને અધિસૂચિત કરી દીધુ જે આ મહિનાની શરૂઆતમાં જાહેર અધિસૂચના દ્વારા લાગુ થઈ જશે.

ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ તથા યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખા પંજાબ નેશનલ બેન્કની શાખીઓના રૂપમાં કામ કરશે. ત્યાં જ સિંડિકેટ બેન્ક કેનરા બેન્કના રૂપમાં કામ કરશે. આંધ્ર બેન્ક તથા કોર્પોરેશન બેન્કની શાખાએ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના રૂપમાં કામ કરશે. જ્યારે ઈલાહબાદ બેન્કની શાખાઓ ઈન્ડિયન બેન્કની શાખાઓના રૂપમાં કામ કરશે.

બેન્ક એમ્પ્લોયી યુનિયન્સ તથા અસોસિએશન્સે આ મર્જર કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે કારણ કે લોકડાઉનનો સમય હતો. જેમણે જણાવ્યું કે જન ધન યોજના એકાઉન્ટ-હોલ્ડર્સને સરકારી ફાયદોનું વિતરણ એક મોટો પડકાર છે.

RBIએ જાહેર કર્યુ રિલીઝ
RBIના પ્રમુખ મહાપ્રબંધક યોગેશ દયાલ દ્વારા જાહેર કરવામાં આવેલા રિલીઝ અનુસાર ઈલાહબાદ બેન્કની દરેક શાખા એક એપ્રિલ 2020થી ઈન્ડિયન બેન્કની શાખાઓના રૂપમાં કામ કરશે. ત્યાં જ ઈલાહાબાદ બેન્કના ખાતાધારક અને જમાકર્તા બધા એક એપ્રિલ 2020થી ઈન્ડિયન બેન્કના ગ્રાહક માનવામાં આવશે. કેન્દ્રીય બેન્કની શનિવારે જ જાહેર એક અન્ય રિલીઝમાં કહેવામાં આવ્યું હતુ કે આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કની દરેક શાખાઓ એક એપ્રિલ 2020થી યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની શાખાની રીતે કામ કરશે. આ પ્રકારે આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કના ગ્રાહક, ખાતાધારક અને જમાકર્તા બધા યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના ગ્રાહક માનવામાં આવશે.
Read Also
- ભરૂચ: એક તો કોરોના કાળમાં નોકરી ગઈ અને હવે તંત્રએ મકાન પણ તોડ્યા, રેંકડીવાળાઓની વ્યથા
- સુરત પોલીસ પણ ગજબ કહેવાય/ વેપારી પાસેથી વસ્તુ ખરીદ્યા બાદ પૈસા આપવામાં પોલીસ તંત્ર કરે છે ઠાગાઠૈયા
- મોદી સરકારના આ મહત્વના નિર્ણયથી હજારો લોકો માટે નોકરીની ઉત્તમ તક, દેશની આ ફાર્મા કંપનીઓ…
- સ્માર્ટ ટ્રીક! શું તમે પણ WhatsApp કોલ ને રેકોર્ડ કરવા માગો છો? તો અહીંયા જાણો રીત, સરળતાથી થઈ જશે તમારું કામ
- 69 વર્ષીય મહિલા માટે કોર્ટે સંભળાવ્યો ચુકાદો, સેક્સ માણી શકે છે પરંતુ લગ્ન કરી શકશે નહીં