GSTV
Home » News » Baaghi-2 ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ

Baaghi-2 ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ

બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફની ફિલ્મ બાગી-2 રૂ.100 કરોડના ક્લબમાં સામેલ થઇ છે. રિલીઝના સાત દિવસમાં રૂ.112.85 કરોડ કમાવવામાં સફળ રહ્યો હતો.  જ્યારે બોલીવુડનો બીજો ટાઈગર(સલમાન ખાન) પાંજરામાં પહોચી ગયો છે. ટાઈગર શ્રોફની આ ફિલ્મ વર્ષ 2018ની સૌથી મોટી ઓપનર ફિલ્મ રહી છે. આ ફિલ્મની સફળતાથી ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિઓ ઘણી જ ખુશ જણાઈ રહી છે.

બાગી-2ને મળેલા ઉત્તમ આવકારથી ટાઈગરને વધુ પ્રોત્સાહન મળ્યું છે. હવે ટાઈગર ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મ નિર્માતા કરણ જોહરના પ્રોડક્શનમાં બનતી આ ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ ય-2નું શૂટિંગ 7 એપ્રિલથી દહેરાદુનમાં શરૂ થશે અને ફિલ્મમાં કેટલાક દર્શ્યો મસુરી તેમજ રૂષિકેશના જોવા મળશે. ફિલ્મનું થોડું શૂટિંગ દિલ્હી અને પુનેમાં કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર,કેટલાક સમય પહેલા આ ફિલ્મ માટેનો ટાઈગર શ્રોફનો લુક પણ સામે આવ્યો છે. પોસ્ટર પરથી કહિ શકાય કે પહેલી ફિલ્મ કરતા આ વખતના સ્ટુડન્ટ વધુ તોફાની હશે. જોકે દર્શકોને તો મજાજ પડવાની છે.

નોંધનીય કછે કે, બાગી-2 વર્લ્ડવાઈડ 4125 સ્ક્રિનમાં રિલીઝ થઈ છે. ભારતમાં ફિલ્મને 3500 અને દેશ બહાર 625 સ્ક્રિન મળી છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં ટાઈગર શ્રોફ, દિશા પટાની, મનોજ વાજપાય, રણદીપ હુડા છે. બધા જ કલાકારો ફિલ્મની સફળતાને લઈને ખુબ ખુશ જોવા મળી રહ્યાં છે અને પોતાની ખુશી દર્શકો સાથે શેર કરતા સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરી રહ્યાં છે. તજજ્ઞોનું માનવું  છે કે ફિલ્મ આગામી સપ્તાહમાં વધુ નફો કરશે અને એક અંદાજ અનુસાર ફિલ્મ 200 કે 300 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.

Related posts

મતદાન જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરે જ ન કર્યું મતદાન, જાણો કારણ

Path Shah

Video: સીધી-સાદી દેખાતી ‘દયા બેન’ કરી ચુકી છે આવી બોલ્ડ ફિલ્મો, આવું હતું દિશા વાકાણીનું બોલીવુડ ડેબ્યૂ

Bansari

અર્જુન લગ્ન શા માટે નથી કરી લેતો? આ સવાલ પર આપ્યો એવો જવાબ કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!