GSTV
Home » News » ચીનમાં 19 વર્ષનાં ક્રેન ઓપરેટરના બુદ્ધિચાતુર્યથી બચ્યા 14 લોકોનાં જીવ

ચીનમાં 19 વર્ષનાં ક્રેન ઓપરેટરના બુદ્ધિચાતુર્યથી બચ્યા 14 લોકોનાં જીવ

ચીનનાં ફિશિન શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગતાં તેમાં ઘણાં લોકો ફસાયા હતા.  આ દરમ્યાન 19 વર્ષનાં એક યુવકની બુદ્ધિ અને હિંમતે એવું કમાલ કર્યુકે, બિલ્ડિંગમાં ફસાયેલાં બધા જ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટના મંગળવારની છે. જ્યારે એક 7 માળની એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની એક દુકાનમાં આગ લાગી હતી. દુકાન ખાલી હોવાને કારણે આગ ઝડપથી ઉપર સુધી ફેલાઈ ગઈ હતી. એપાર્ટમેન્ટમાં લોકોને આગ લાગવાની જાણ તો હતી પરંતુ સીડીમાં આગના ધુમાડાના કારણે કોઈ નીચે આવી શકે તેમ હતુ નહી.

આ સમયે બિલ્ડિંગથી 300 મીટર દૂર ક્રેન ઓપરેટર કામ કરી રહ્યો હતો, તે તરત જ ક્રેન લઈને ઘટના સ્થળે આવી ગયો હતો અને ક્રેનની મદદથી સળગતી બિલ્ડિંગમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ક્રેન ઓપરેટરે અડધો કલાકથી પણ ઓછા સમયમાં 14 લોકોનાં જીવ બચાવ્યા હતા.

read also

Related posts

25 દિવસથી વરસાદ ન પડતા સાબરકાંઠાના ખેડુતોની હાલત કફોડી

Kaushik Bavishi

જામનગરમાં નર્સિંગ સ્ટાફે સરકાર સામે કર્યા ઉગ્ર દેખાવો, આપી આ ચીમકી

Nilesh Jethva

કુંભ મેળામાં આતંકી હુમલાનો પ્રયત્ન: તમામ આરોપીઓને 27 જુલાઇએ કોર્ટમાં રજુ થવાનો આદેશ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!