GSTV
India News Trending

EVM પર સવાલ/ બે વર્ષમાં 19 લાખ EVM ગાયબ થયા, શશિ થરૂરે માંગ્યો ચૂંટણી પંચ પાસે જવાબ

કોંગ્રેસ નેતા શશિ થરૂરે EVM ગેરરીતિ સંબંધિત ફરિયાદો પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. હકીકતમાં, તાજેતરમાં કર્ણાટક હાઈકોર્ટમાં EVM ગુમ થવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ આરટીઆઈને ટાંકીને ગૃહમાં કહ્યું હતું કે 2016 થી 2018 સુધીમાં દેશમાં 19 લાખ ઈવીએમ ગુમ થયા છે.

EVM

2016થી 2018 સુધીમાં 9.6 લાખ EVM થયા ગુમ

એક ન્યુઝ અહેવાલને શશિ થરૂરે ટ્વિટ કર્યો છે. સમાચાર અનુસાર, કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય એચ.કે. પાટીલે આરટીઆઈને ટાંકીને વિધાનસભાને જણાવ્યું કે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા સપ્લાય કરાયેલા 9.6 લાખ EVM અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા પૂરા પાડવામાં આવેલા 9.3 લાખ EVM 2016 અને 2018 વચ્ચે ગુમ થઈ ગયા. પરંતુ હજુ સુધી આ મામલે ચૂંટણી પંચ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સુપ્રીમ

કર્ણાટક વિધાનસભામાં સ્પીકર વિશ્વેશ્વર હેગડે કાગેરીએ કહ્યું કે, તેઓ આ મામલે ચૂંટણી પંચ પાસેથી તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કરશે.

થરૂરે કહ્યું- ગંભીર પ્રતિક્રિયાની જરૂર

શશિ થરૂરે કહ્યું કે, સામાન્ય રીતે હું ષડયંત્રથી સાવચેત રહું છું. પરંતુ EVMના સંચાલનમાં અનિયમિતતા અંગે વધતી જતી ચિંતાઓ માટે ચૂંટણી પંચ તરફથી પ્રતિક્રિયાની જરૂર છે. ગુમ થયેલા EVMની સત્તાવાર પુષ્ટિ એ પ્રશ્ન ઊભો કરે છે કે આખરે તે કોની પાસે છે અને તેનું શું થઈ કહ્યુ છે?

READ ALSO:

Related posts

ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર

Kaushal Pancholi

મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ

Hina Vaja

અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા

Kaushal Pancholi
GSTV