GSTV

POKમાં આવેલ ભૂકંપ ઉત્તર ભારત સુધી અનુભવાયો, પાકિસ્તાનમાં રોડના બે ફાડીયા

Last Updated on September 25, 2019 by Mayur

ઉત્તર પાકિસ્તાન સહિત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભૂકંપના કારણે ધુ્રજી ઉઠયુ હતુ. મંગળવારે બપોર બાદ ભૂકંપના કારણે પીઓકેમાં ભારે નનુકસાન થયુ છે. ભૂકંપના કારણે પીઓકેમાં 19 લોકોના મોત થયા છે તો 300થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.

ઉત્તર ભારતમાં પણ ભૂકંપના તીવ્ર ઝટકાઓ અનુભવાયા છે. જો કે ભારતમાં ભૂકંપના કારણે કોઇ જાન કે માલની  નુકસાની થઇ નથી.  યુએસ જીયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું એપીસેન્ટર પાકકિસ્તાન અધિકિૃત કાશ્મીરમાં આવેલા ન્યુ મીરપુર નજીક હતું. ભૂકંપની તિવ્રતા 5.8ની બતાવવામાં આવી છે. ભૂકંપના કારણે  પીઓકેમાં સૌથી વધારે નુકસાન થયુ છે.

પાકિસ્તાની ભૂકંપ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું એપીસેન્ટર જમીનમાં 10 કિલોમીટર ઉંડે હતુ. પાકિસ્તાનમાં રાજધાની ઇસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, લોહોર, પંજાબ, સિયાલકોટ, મીરપુર સહિતિના વિસ્તારમાં ભૂકંપની અસર થઇ હતી. 

ભૂકંપથી પીઓકેના મીરપુરમાં ભારે વિનાશ થયો છે. મીરપુરમાં ઘણા બધા મકાનો ધરાશયી બન્યા છે. મીરપુરની એક મસ્જિદ પણ ધરાશયી થઇ છે. મીરપુરના એક રોડનો સંપુર્ણ વિનાશ થયો છે.  રોડ પર દસ દસ ફૂટના ખાડા પડી ગયા છે. રોડ પર રહેલી ગાડીઓને ભારે નુકસાન થયુ છે. મૃત્યુ પામેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ભૂકંપના પગલે પાકિસ્તાન સેના દ્વારા બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. મકાનોના કાટમાળ નીચે દબાયેલા લોકાની શોધખોળ શરૂ છે, જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા પણ છે.

મીરપુર નજીક આવેલ 900 મેગાવોટનો વિજળી પ્લાન્ટ પણ હાલ પુરરતો બંધ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની મિડીયા અનુસાર દસ સેકેન્ડ સુધી ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો. પીઓકેમાં રહેતા હજારો લોકોને ભૂકંપની અસર થઇ છે, જેમાંથી કેટલાય લોકો બેઘર પણ બન્યા છે.

તો આ બાજુ ઉત્તર ભારત પણ ભૂકંપના કારણે ધુ્રજી ઉઠયુ હતું. જમ્મુ કાશ્મીર ,દિલ્હી એનસીઆર, ચંદીગઢ, પંજાબ,  હરિયાણા અને રાજસ્થાનમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. સૌથી વધારે એસર જમ્મુ કાશ્મીરમાં થઇ હતી. ભૂકંપના ઝટકાના કારણે લોકો તરરત જ ઘર અને ઓફીસની બહાર નીકળી ગયા હતા.

ભૂકંપના કારણે ભારતમાં જાન માલના નુકસાનની કોઇ ખબર આવી નથી. લગભગ 4:30 આસપાસ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જમ્મુ કાશ્મીરના રજોરી, પુંચ, જમ્મુ, ઉધમપુર અને રામબન વિસ્તારોમાં ભૂકંપની તીવ્રતા વધારે હતી. ભારતીય હવામાન વિભાગે ભૂકંપની તીવ્રતા 6.3 બતાવી છે.

READ ALSO

Related posts

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari

યુએન રિપોર્ટ / આતંકવાદીઓમા સ્વર્ગ બની રહ્યું છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે પણ બની શકે છે માથાનો દુ:ખાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!