GSTV
Home » News » સરકારમાં ગુજરાતી IPS અધિકારીઓનો દબદબો, મોદીએ વિશ્વાસુઓને બોલાવી લીધા દિલ્હી

સરકારમાં ગુજરાતી IPS અધિકારીઓનો દબદબો, મોદીએ વિશ્વાસુઓને બોલાવી લીધા દિલ્હી

અમદાવાદ શહેર પોલીસ કમિશનર આઇપીએસ અનુપ કુમાર સિંઘની એનએસજી(નેશનલ સિક્યુરિટી ગાર્ડ)ના ડિરેકટર જનરલ તરીકે નિમણૂક કરાતાં અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે તેનો ગણગણાટ શરુ થઇ ગયો છે. અગાઉ ગુજરાતના આઇપીએસ એ.કે.ટંડનની નિમણૂક એનએસજીમાં થઇ હતી ત્યાર બાદ લાંબા સમયે ગુજરાત કેડરના બીજા અધિકારી એ. કે. સિંઘની નિમણૂક ૩૦.૦૯.૨૦૨૦ સુધી થઇ છે.

હાલમાં અમિત શાહ સામાજિક કામોમાં અને રૂપાણી વિદેશ હોવાથી હાલમાં અમદાવાદના પોલીસ કમિશ્નરની નિમણુંક થાય તેવી સંભાવના ઓછી છે. એ. કે. સિંઘ દિલ્હી જતાં હવે ગુજરાત કેડરના 19 અધિકારીઓ મોદી સરકારમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યાં છે. મોદી હંમેશાં વિશ્વાસુ માણસોની કદર કરે છે.

ગુજરાતી કેડરના અધિકારીઓ પર પૂરતો ભરોસો હોવાથી તેઓ દિલ્હીમાં પણ કી પોસ્ટ પર ગુજરાતી કેડરના અધિકારીની નિમણુંક કરે છે. મોદીના વડા પ્રધાન બન્યા બાદ ગુજરાતી અધિકારીઓનો દિલ્હીમાં દબદબો વધ્યો છે. જ્યારે રાકેશ અસ્થાના, વી ચંદ્રશેખર, એકે શર્મા, દિપાંકર ત્રિવેદી, અતુલ કરવાલ, એ.કે.સિંઘ સહિત 19 IPS ઓફિસર ડેપ્યુટેશન પર દિલ્હી પહોંચ્યા છે. બીજી તરફ ગુજરાત સરકારના સાત સિનિયર આઇપીએસ ઓફિસર આ વર્ષે નિવૃત થઈ રહ્યાં છે.

ગુજરાત કેડરના 19 IPS ઓફિસર દિલ્હીમાં ડેપ્યુટેશન પર

  1. રાકેશ અસ્થાના
  2. સતીષ વર્મા
  3. એ.કે. શર્મા
  4. અતુલ કરવાલ
  5. પ્રવીણ સિન્હા
  6. વિવેક શ્રીવાસ્તવ
  7. એ. કે. સિંગ
  8. જી.એસ.મલિક
  9. રાજુ ભાર્ગવ
  10. પી.કે. રોશન
  11. રાજીવ રંજન ભગત
  12. વી.ચંદ્રશેખર
  13. દિપાંકર ત્રિવેદી
  14. ગગનદીપ ગંભીર
  15. સચિન બાદશાહ
  16. રાઘવેન્દ્ર વત્સ
  17. સારા અફ્ઝલ રિઝવી
  18. પ્રદીપ સેજુલ
  19. શોભા ભુતડા

READ ALSO

Related posts

ચીની ડ્રેગનને નેપાળમાં ફુંફાડા મારવા પડ્યા ભારે, પ્રદર્શનકારીઓએ સળગાવ્યા જિનપિંગના પૂતળા

Mayur

આ દેશમાં અધધધ… મોંઘવારી આદું 500 અને ટમેટા 300 રૂપિયે કિલો

Mayur

સંશોધકો ચોંકી ઉઠ્યા : આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ અને ઓક્સિજન પણ…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!