GSTV

મરકજે વધારી મુશ્કેલી: તબલીગી જમાતના 189 લોકો Corona વાયરસ પોઝીટીવ, જાણો ક્યાં કેટલા કેસ સામે આવ્યાં

જમાતી

Last Updated on April 2, 2020 by Bansari

Corona વાયરસના ડર વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીનમાં સ્થિત તબલીગી જમાતના મરકજનો મામલો ગંભીર થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે જમાતના કાર્યક્રમના કારણે corona વાયરસના કેસ વધી રહ્યાં છે. 24 કલાકમાં સામે આવેલા સંક્રમણમાંથી 189 કેસ તબલીગી જમાતમાં સામેલ લોકોના છે. સાથે જ લોકોની તલાશમાં દેશભરમાં તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

દિલ્હીમાં જમાતના 29 લોકો corona સંક્રમિત

મરકજમાં સામેલ જે લોકો સંક્રમિત થયા છે તેમાં દિલ્હીમાં મરકજના 29 વધુ લોકો સંક્રમિત થયા છે, અહીં અત્યાર સુધી જમાતના 53 લોકો corona સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે દિલ્હીમાં જમાતના 1008 લોકોને 9 હોસ્પિટલો તથા ક્વોરંટાઇન સેન્ટર મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ કેસમાં વધારાના આ આંકડા રાષ્ટ્રીય ટ્રેન્ડનું પ્રતિનિધિત્વ નથી કરતાં.

corona

યુદ્ધના ધોરણે તપાસ અભિયાન

યુપી, બિહાર, મહારાષ્ટ્ર સહિત દેશના 20 રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આંધ્ર પ્રદેસમાં મરકજ જમાત સાથે સંબંધિત 30 જમાતિયોનો ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાંથી 14 પોઝીટીવ કેસ સામે આવ્યાં છે. યુપીમાં અત્યાર સુધી જમાતના 569 લોકોને શોધીને ક્વોરંટાઇન કરવામાં આવી ચુક્યા છે. બિહારથી મરકજમાં 162 લોકો સામેલ થયાં હતાં. તમામને ક્વોરંટાઇન કરવામાં આવ્યા છે.

વિદેશી જમાતિઓ પર તાબડતોબ કાર્યવાહી

યુપીમાં વિદેશી જમાતિઓ પર તાબડતોબ 39 કેસ દાખલ કરવામાં આવ્યાં છે. મેરઠમાં 19, બુલંદશહેરમાં 11 અને હાપુડમાં 9 પર મહામારી અધિનિયમ અંતર્ગત રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.

corona

તબલીગી જમાત મરકજના પ્રમુખનો વિવાદિત વીડિયો વાયરલ

તબલીગી જમાતના પ્રમુખ મોહમ્મદ સાદનો એક કથિત ઑડિય વાયરલ થઇ રહ્યો છે. તેમાં તે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટેંસિંગના આદેશને મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ જણાવી રહ્યાં છે. ઑડિયોમાં સાદ લોકોને મસ્જિદમાં એકઠા થવાનું કહે છે. ઓપરેશન મરકજમાં હજારોની ઓળખ થઇ ચુકી છે,

જમાત સાથે સંબંધિત કેટલા કેસ

  • દિલ્હી -53
  • જમ્મુ કાશ્મીર – 23
  • તેલંગાણા -20
  • આંધ્રપ્રદેશ -17
  • તમિલનાડુ -65
  • આંદામાન -09
  • પોંડીચેરી -02

Read Also

Related posts

Agni-5: ભારતની આ બેલેસ્ટિક મિસાઈલની રેન્જમાં છે અડધોઅડધ વિશ્વ, થરથર કાંપે છે ચીન-પાકિસ્તાન

Pritesh Mehta

ભારતીય સૈન્યનું ઉરીમાં મોટું ઓપરેશન: 3 આતંકવાદી ઠાર કરાયા, મોટા પ્રમાણમાં મળી આવ્યા શસ્ત્ર સરંજામ

Zainul Ansari

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ઘરમાં તોડફોડ કરનારની પોલીસે કરી ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!