GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

તમારું બાળક 18 વર્ષનુ થઈ ગયુ છે તો બનાવો પાન કાર્ડ, આ સરળ રીતથી કરો અપ્લાઈ

પાન કાર્ડ કોઈપણ નાગરિક માટે એક મુખ્ય દસ્તાવેજોમાંથી એક માનવામાં આવે છે. નાણાકિય લેણ-દેણમાં તેનો વપરાશ કરવામાં આવે છે. જેમાં ઘણા પ્રકારની જાણકારી ઉપલબ્ધ હોય છે. જેમ કે, નામ, જન્મતારીખ, ફોટો, પાન નંબર વગેરે. ઘણી વખત વાલીના મનમાં એ પ્રશ્ન થાય છે કે, બાળકો માટે પાન કાર્ડ બનાવી શકાય છે કે હની. જો હાં તો કંઈ ઉંમરમાં બાળકો માટે પાન કાર્ડ બનાવી શકાય છે ?

આ લિંક પર કરો ઓનલાઈન એપ્લીકેશન

જોકે, નિયમ પ્રમાણે તો, બાળક 18 વર્ષનુ થઈ જાય ત્યારે જ પાન કાર્ડ માટે અપ્લાઈ કરી શકાય છે. તે માટે વાલીએ NSDL ની વેબસાઈટની આ લિંક https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર ક્લિક કરવાનુ રહેશે. ઓનલાઈન અપ્લાઈ કરવા માટે આ https://tin-nsdl.com/services/pan/pan-index.html અથવા https://www.utiitsl.com/UTIITSL_SITE/ વેબસાઈટ પર જવુ પડશે. તેના હોમપેજ પર જ પાનકાર્ડ માટે અપ્લાઈ કરવાનો ઓપ્શન તમને મળી જશે. ત્યાં માગવામાં આવેલી જરૂરી માહિતી નાખી નવા પાન કાર્ડ માટે અપ્લાઈ કરી શકાય છે.

આ પ્રકારની ભરવી પડશે માહિતી

તમારી સામે એક પેજ ખુલી જશે. જેમા તમારે સૌ પ્રથમ નવા કાર્ડ માટે ફોર્મ ભરવાનુ રહેશે. અહીંયા તમારે Application Type, Category, Application information (નામ, એડ્રેસ, ઈ-મેલ, મોબાઈલ નંબર) વગેરે ભરી જમા કરવુ પડશે. ત્યારબાદ આગળ આવા જ અન્ય સ્ટેપને ફોલો કરી તમે પાન માટે અરજી પૂર્ણ કરી શકશો.

આધાર નંબર પણ આપવો પડશે

તમે તમારા મોબાઈલ થકી પણ પોતાનુ પાન કાર્ડ બનાવી શકો છો. તમને આ સુવિધા મોબાઈલ એપ ઉમંગ (Umang) થકી મળે છે. Google play Store માં જઈને આ એપને ઈંસ્ટોલ કરી લો અને ફરીથી એપને ઓપન કર્યા બાદ આગળના સ્ટેપમાં તમને ‘MY Pan’ સેક્શનમાં જાઓ. ફરી 49A ફોર્મને ધ્યાથી ભરવાનું રહેશે. તેમાં નામ, એડ્રેસ, મોબાઈલ નંબર વગેરેની જાણકારી માગવામાં આવે છે. તે સાથે જ તમને આધાર નંબર પણ આપવો પડશે. ફોર્મમાં બધી જાણકારીઓ ભર્યા બાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

READ ALSO

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!