GSTV

કંપાવનારી ઘટના / મહિલા સૂતી હતી અને પલંગ નીચે બેઠા હતા 18 સાપ, આ પછી શું થયું તે જાણીને લોકો રહી ગયા આશ્ચર્યચકિત

Last Updated on July 15, 2021 by Vishvesh Dave

તમે સૂઈ રહ્યા છો અને અચાનક તમને ખબર પડે છે કે તમારા પલંગ નીચે એક કે બે નહીં પણ 18 સાપ છે તો તમારી હાલત કેવી થશે? આવું જ કંઈક જ્યોર્જિયામાં રહેતી એક સ્ત્રી સાથે થયું. જ્યારે તેણે તેના પલંગ નીચે 18 સાપ જોયા ત્યારે તે ચોંકી ગઈ. પહેલા તેણે વિચાર્યું કે ફ્લોર પર ફઝનો ટુકડો પડયો છે. સાપને કેવી રીતે બહાર કઢવા …?

ટ્રિશ વિલ્ચર અમેરિકાના જ્યોર્જિયાના ઓગસ્ટામાં રહે છે. તેના પલંગ નીચે એક કે બે સાપ નહીં પણ સાપનો પરિવાર રહેતો હતો. ફેસબુક પર સાપની તસવીરો શેર કરતાં ટ્રિશ વિલ્ચરે લખ્યું છે કે, મારા રૂમમાં બધા સાપના બચ્ચાને જુઓ, હું પાગલ થઇ ગઈ છું.

વધુ સાપ શોધવા માટે ટ્રિશ અને તેના પતિ મેક્સ તેમના પલંગને ઉલટાવી દીધો. તેઓને 17 સાપના બચ્ચા મળી આવ્યા. ટ્રિશે કહ્યું કે તે માને છે કે તેમના ઘરની નજીકની ઘણી જગ્યાઓ સાફ થઈ ગઈ છે અને તેમનું ઘર કચરાનું ઘર બની ગયું હોવાથી સાપ તેમના ઘરે પ્રવેશ્યા.

તેણે લખ્યું, મને હજી ડર છે કે ક્યાંકથી સાપ ન આવી જાય. કારણ કે મને ખાતરી નથી કે બધા સાપ ગયા છે. તેણે લખ્યું, રાત્રે સૂઈ શક્યા નહીં. ઘરમાં ક્યાંય બેસતા પહેલા સો વાર વિચારવું પડશે. મારા પતિ મેક્સે સાપને બહાર કાઢવા માટે ગ્રેબર ટૂલનો ઉપયોગ કર્યો. તેમને બેગમાં ભરીને નજીકની ડ્રેઇનમાં મૂકી દીધા.

જો કે, ઘટનાના દિવસે વન્યપ્રાણી ટ્રેપરને બોલાવાયો હતો. તેણે આખા ઘરની મુલાકાત લીધી અને કહ્યું કે હવે ઘરમાં સાપ નથી.

ALSO READ

Related posts

વિદ્યાર્થીઓને મળી મોટી રાહત: માસ્ટર્સનો અભ્યાસ કરનારા સ્ટૂડન્ટ્સ માટે આવી ખુશખબર, NET ક્લિયર કરનારાને મળ્યો વધારાનો સમય

Pravin Makwana

NEET 2021 : કેન્દ્રની જાહેરાત બાદ મેડિકલમાં લાગૂ થયું અનામત, NTA દ્વારા જાહેર કરાયું સુધારેલ નોટિફિકેશન

Pravin Makwana

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!