GSTV
Home » News » રામ મંદિરનો મુદ્દો ફરી ચર્ચામાં, શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સહિત 18 સાંસદ કાલે અયોદ્યા પહોંચશે

રામ મંદિરનો મુદ્દો ફરી ચર્ચામાં, શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સહિત 18 સાંસદ કાલે અયોદ્યા પહોંચશે

શિવસેના સુપ્રીમો ફરીવાર અયોધ્યાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આવતી કાલે સવારે અયોધ્યા પહોંચશે. તેમની સાથે શિવસેનાના 18 સાંસદ પણ અયોધ્યામાં હાજર રહેવાના છે. અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરે ભગવાન રામના દર્શન કરશે. આ પહેલા ઉદ્ધવ ઠાકરે નવેમ્બર, 2018માં અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા માટે આવ્યા હતા. જે અને તેમણે લોકસભામાં જીત મળ્યા બાદ તમામ સાંસદ સાથે અયોધ્યામાં ભગવાન રામના દર્શન માટે આવવાનો વાયદો કર્યો હતો.

આ મામલે શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ કે, શિવસેનાના સાંસદો શનિવારે સાંજે અયોધ્યા પહોંચી જશે. જ્યારે ઉદ્ધવ ઠાકરે રવિવારે સવારે અયોધ્યા આવશે. મહત્વપૂર્ણ છે કે, અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણની માગ શિવસેના કરી રહી છે. જેથી શિવસેના વારંવાર અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવી રહી છે.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!