GSTV
Home » News » હરિયાણામાં 60 ફુટ ઉંડા ખાડામાં દોઢ વર્ષનું બાળક પડ્યું, 43 કલાકથી રેસક્યુ ઓપરેશન યથાવત્ત

હરિયાણામાં 60 ફુટ ઉંડા ખાડામાં દોઢ વર્ષનું બાળક પડ્યું, 43 કલાકથી રેસક્યુ ઓપરેશન યથાવત્ત

boy fell into borewell

હરિયાણાના હિસ્સાર જિલ્લામાં 60 ફુટ ઉંડા બોરવેલના ખાડામાં ફસાયેલા બાળકને બહાર નીકાળવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે. છેલ્લા 43 કલાકથી રેસક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સેનાના જવાનો, એનડીઆરએફની ટીમો, પોલીસ દળ, અધિકારીઓ અને જિલ્લાના ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. હરિયાણાના હિસ્સાર જિલ્લાના ગામ બાલસમંદથી લગભગ અડધો કિલોમીટર દૂર સ્થિત ઢાણીની પાસે બોરવેલમાં બુધવારે પાંચ વાગ્યેને 20 મિનિટે દોઢ વર્ષનો માસૂમ બાળક નદીમ પડી ગયો હતો. જે પછી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે હજુ સુધી ચાલી રહ્યું છે.

બોર ખાવા ગયો હતો

નદીમ પોતાની મા, મોટી બહેન, મોટાભાઈ અને ત્રણ અન્ય બાળકો સાથે બોર ખાવા માટે ગયો હતો. રમતા રમતા અચાનક બાળક બોરવેલના ખાડામાં પડી ગયો હતો. તેની ચીખ સાંભળીને તમામ લોકો એકઠા થઈ ગયા હતા. નદીમના બોરવેલમાં પડતા જ બાળકોએ રાડો પાડવાનું શરૂ કરી દીધું હતું. અવાજ સાંભળીને આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકો અને ખેડૂતો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

તેમણે તુરંત જ ઘટનાની સૂચના બાલસમંદ પોલીસ ચોકી પર આપી હતી. પરિસ્થિતિને ધ્યાને લેતા આર્મીને પણ બોલાવવામાં આવી હતી. સેનાની ટીમે જેસીબી અને બોરવેલની આસપાસ ખોદવાનું શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ગાડી સિવાય આર્ય નગર અને બાલસમંદથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. આર્યનગર સીએચસી કે એસએમઓ પોતાની ટીમ હજુ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

10 દિવસ પહેલા તેલૂરામે બોર ખોદાવ્યો હતો

ગ્રામજનોના અનુસાર જે જગ્યા પર બોરવેલ ખોદવામાં આવ્યો છે, ત્યાં પંચાયતની જમીન આવેલી છે. બોરવેલ ગામડામાં તેલૂરામે દસ દિવસ પહેલા જ ખોદાવ્યો હતો. બોરવેલને ખોદાવ્યા બાદ ખુલ્લો છોડી દેવામાં આવ્યો. ન’તો તેને ઢાંકવામાં આવ્યો કે સુરક્ષા માટેની કોઈ તૈયારી કરવામાં આવી.

READ ALSO

Related posts

આંતકવાદ સાફ કરવાની બૂમો પાડનાર BJPએ આતંકવાદના આરોપીને ટિકિટ આપી!

Alpesh karena

મતદાન સમયે મોદી મમતાનાં કાર્યકરો બથોડે ચડ્યા, એવા બાધ્યા કે EVMનાં ભૂક્કા બોલાવી નાખ્યાં

Alpesh karena

અંગૂરી ભાભીનાં ઘરે રાજનેતાઓની લાઈન, દરેક પક્ષો પ્રચાર માટે મનાવવાં તૈયાર

Path Shah