GSTV

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Last Updated on October 28, 2021 by Zainul Ansari

ભારતમાં સ્ટ્રોકના કેસનો વ્યાપ વધતો જાય છે. દર વર્ષે ભારતમાં સ્ટ્રોકના અંદાજે 18 લાખ જેટલા કેસ નોંધાય છે તેવું ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશન (આઈએસએ) જણાવે છે. દર વર્ષે 29 ઓક્ટોબર વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે ઉજવાય છે. એ નિમિત્તે આ ગંભીર બિમારી વિશે માહિતી મેળવીએ. સ્ટ્રોકને સામાન્ય રીતે લોકો ગંભીરતાથી લેતા નથી. એટલે સ્ટ્રોક વિશે જાગૃતિ ફેલાવવા સ્ટ્રોક એસોસિએશન કાર્યરત છે. આઈએસએના પ્રેસિડેન્ટ ડો. જયરાજ પાંડિયને આ બિમારી વિશે માહિતી આપતા જણાવ્યું હતું : “સ્ટ્રોક એ બ્રેઈન એટેક છે અને તે અપંગતા તરફ દોરી જાય છે. ભારતમાં તે મૃત્યુના બીજા નંબરનું કારણ છે. ભારતમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિને સ્ટ્રોક આવે છે અને તેમાં 25 ટકા જેટલા દર્દીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના હોય છે તથા મોટી સંખ્યામાં 19 થી 30 વર્ષની વયના વ્યક્તિઓનો સ્ટ્રોકના દર્દીઓમાં સમાવેશ થાય છે.”

સ્ટ્રોકના કેસ વ્યક્તિ ફરી વખત અને સમુદાય માટે અસહ્ય નાણાંકિય અને સામાજીક બોજ બની જાય છે, પરંતુ આ બોજ નિવારવા માટે સ્ટ્રોક અંગેની જાણકારી મહત્વની બની રહે છે. વૈભવી જીવનશૈલી, ધૂમ્રપાન, મેદસ્વીતા અને નિયમિત કસરતનો અભાવ સ્ટ્રોક તરફ દોરી જાય છે. એક અંદાજ મુજબ જો જીવનશૈલી અને વર્તણુંકમાં ફેરફાર કરાય તો સ્ટ્રોકના અંદાજે 80 ટકા કેસ નિવારી શકાય છે.

વધુ માહિતી આપતા ડો. અરવિંદ શાહે ઉમેર્યું હતું કે “સ્ટ્રોક કોઈને પણ અને કોઈપણ ઉંમરે, કોઈપણ સ્થળે આવી શકે છે. એક અંદાજ મુજબ દર ચારમાંથી એક વ્યક્તિ તેના જીવનકાળ દરમ્યાન સ્ટ્રોકના હુમલાનો ભોગ બને છે. હાયપર ટેન્શન, ડાયાબિટીસ, હાયપરલિપીડેમિયા વગેરેની નિયમિત તપાસ કરાવીને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. નિયમિત વ્યાયામ કરવાથી, યોગ્ય વજન જાળવવાથી, ધૂમ્રપાન તથા મદ્યપાન ત્યજવાથી પણ સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. ઘનિષ્ટ સારવાર અને સ્ટ્રોક રિહેબિલીએશન એ સ્ટ્રોકની સારવારના મહત્વના પાસાં છે.” દેશના મોટાભાગના રાજ્યોમાં સ્ટ્રોક રોકવા તથા તેની સારવાર અંગે ઓછી જાગૃતિને કારણે વિકસીત દેશોની તુલનામાં સ્ટ્રોકના કારણે મૃત્યુ દર ઘણો ઉંચો છે.

આમ છતાં, ઉત્તર-પૂર્વના રાજ્યો તથા સાગરકાંઠાના રાજ્યોમાં સ્ટ્રોકના કારણે મૃત્યુ દર 42 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ ગણવામાં આવે છે. સ્ટ્રોકના ઉંચા દરનું કારણ મીઠાના વધુ વપરાશને ગણવામાં આવે છે. આઈએસએના એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર ડો. પી. વિજયાએ માહિતી આપી હતી કે “જ્યારે સ્ટ્રોકનો હુમલો આવે ત્યારે તેના લક્ષણો પારખીને હોસ્પિટલ પહોંચવુ ખૂબ જ મહત્વનું બની રહેશે. સ્ટ્રોકના હુમલા પછી 4.5 કલાકમાં કેટલીક થેરાપીઝ અમલમાં મૂકવામાં આવે તો તે ખૂબ જ અસરકારક નિવડે છે. સ્ટ્રોક દરમ્યાન દર મિનિટે 20 લાખ લોકોનું મોત થતું હોવાથી ઝડપ (FAST) થી સક્રિય બનવુ જરૂરી બને છે.”

ઓક્ટોબર મહિનાને સ્ટ્રોક જાગૃતિ માસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંગે વિવિધ વેબિનારનું પણ આયોજન કરાયુ છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી આઈએસએ દ્વારા #ProtectYourBrain – KnowAboutStroke ઝૂંબેશ સોશ્યલ મિડીયા પર વ્યાપકપણે શરૂ કરવામાં આવી હતી.

Read Also

Related posts

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!