GSTV
Home » News » અત્યાર સુધી CM પદ પર રહેતા જ મનોહર પર્રિકર સહિત 18 લોકોના થયા નિધન, જાણો આ તમામ વિશે

અત્યાર સુધી CM પદ પર રહેતા જ મનોહર પર્રિકર સહિત 18 લોકોના થયા નિધન, જાણો આ તમામ વિશે

રવિવારે ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરનું નિધન થયું. તેઓ કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતા.

આ પહેલા પણ આપણા દેશમાં 17 એવા મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે જેમનું મૃત્યુ CM પદ પર રહેતા જ થયું હોય.

CM અન્નાદુરઈ મદ્રાસના પાંચમા મુખ્યપ્રધાન હતા. તેમણે વર્ષ 1967માં મુખ્યપ્રધાનનું પદ સંભાલ્યું. વર્ષ 1969માં મદ્રાસ રાજ્યનું નામ બદલીને તામિલનાડુ કરી દેવાયું અને તેના માત્ર 20 જ દિવસમાં અન્નાદુરઈનું નિધન થઈ ગયું.

બળવંતરાય મહેતા ગુજરાતના મુખ્યપ્રધાન હતા. તેઓ મુખ્યપ્રધાન પદ પર હતા ત્યારે જ તેમનું મૃત્યુ થયું હતું. તેઓ દેશના પહેલા એવા મુખ્યપ્રધાન હતા જેમનું મૃત્યુ પાકિસ્તાન સાથે જંગ દરમિયાન થયું હતું. તેમના હેલિકોપ્ટરને પાકિસ્તાન એરફોર્સના વિમાને નિશાનો બનાવ્યો હતો.

બરકતુલ્લાહ ખાન રાજસ્થાનના એકમાત્ર મુસ્લિમ મુખ્યપ્રધાન છે. તેમનું મૃત્યુ 53 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે થયું હતું.

બેઅંત સિંહ પંજાબના મુુખ્યપ્રઘાન હતા. પંજાબમાંથી અરાજકતા દૂર કરવાનો શ્રેય તેમના ફાળે જાય છે. ચંદીગઢમાં 1995માં રાજ્યના સચિવાલય બિલ્ડિંગમાં એક આત્મઘાતી હુમલામાં તેમની હત્યા કરી દેવાઈ હતી.

1973માં ચિમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા. 1974માં ભ્રષ્ટાચારના આરોપસર તેમણે પદ છોડવું પડ્યું પરંતુ વર્ષ 1990માં તેઓ ફરી એક વાર રાજ્યના સીએમ બન્યા અને 1994માં મુખ્યપ્રધાન પદ પર રહેતા જ તેમનું મૃત્યુ થયું.

પોર્ટૂગલથી મુક્તિ બાદ દયાનંદ બાંદોડકર ગોવાના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેઓ ભાઉસાહેબ બાંદોડકરના નામથી જાણીતા હતા. તેમણે 1963, 67 અને 72માં ચૂંટણી જીતી અને વર્ષ 1973માં તેમનું નિધન થયું.

ગોપીનાથ બોરદોલોઈ અસમના પહેલા મુખ્યમંત્રી હતા. તેમને સરદાર વલ્લભભાઈ પટેલની સાથે ચીન અને પાકિસ્તાનથી રાજ્યની અખંડતાને કાયમ રાખવા માટે ઘણું કામ કર્યું હતું. વર્ષ 1950માં તેમનું નિધન થયું.

મારોતરાવ કન્નમવાર મહારાષ્ટ્રના CM હતા. તેઓ રાજ્યના બીજા મુખ્યપ્રધાન હતા. તેઓ મુખ્યપ્રધાન પદ પર એક જ વર્ષ રહ્યા હતા અને તેમનું નિધન થઈ ગયું.

શ્રીકૃષ્ણ સિંહ બિહારના પહેલા સીએમ હતા. તેમનું મૃત્યુ 1961માં થયું. તે પહેલા તેઓ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે ભારત ગુલામ હતું ત્યારે તેમણે અંગ્રેજ સરકારના વિરોધમાં સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું હતું.

મુફ્તી મોહમ્મદ સઈદ જમ્મૂ કાશ્મીરના મુખ્યપ્રધાન હતા. તેઓ દેશના સૌપ્રથમ મુસ્લિમ ગૃહમંત્રી પણ રહ્યાં હતા. તેમનું મૃત્યુ સીએમ પદ પર રહેતા જ 7 જાન્યુઆરી, 2016ના રોજ થયું.

એમજી રામાચંદ્રન તામિલનાડુના મુખ્યમંત્રી હતા. તેમને અમજીઆર પણ કહેવામાં આવતા. તેઓ દેશના પહેલા ફિલ્મ એક્ટર છે જેઓ મુખ્યપ્રધાન બન્યા. તેઓ 1977થી 1987માં તેમના નિધન સુધી રાજ્યના સીએમ રહ્યા.

રવિશંકર શુક્લા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા. મહિલાઓને સમાજમાં આગળ વધારવા માટે તેમણે ઘણું કામ કર્યું. તેમનું મૃત્યુ 1956માં થયું.

શેખ અબ્દુલ્લાહ જમ્મૂ કાશ્મીરના મુખ્યપ્રધાન હતા. તેઓ સીએમ પદ પર 3 વખત રહ્યા. તેમને શેર-એ-કાશ્મીર કહેવામાં આવતા. સત્તામાં રહેતા જ તેમનું વર્ષ 1982માં નિધન થયું.

વિધાનચંદ્ર રાય પશ્વિમ બંગાળના બીજા મુખ્યપ્રધાન હતા. તેમને તો મુખ્યપ્રધાન નહોતું બનવું પરંતુ મહાત્મા ગાંધીજીના કહેવા પર તેમણે આ જવાબદારી સંભાળી. પદ પર રહેતા જ વર્ષ 1962માં તેમનું મૃત્યુ થયું.

વાયએસ રાજશેખર રેડ્ડી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેઓ 2 વખત આ પદ પર રહ્યા. તેમનું નિધન એક હેલિકોપ્ટર ક્રેશમાં વર્ષ 2009માં થયું.

જયલલિતા તામિલનાડુના મુખ્યમંત્રી હતી. તેમને પ્રેમથી તમામ અમ્મા કહી બોલાવતા હતા. જયલલિતાનું મૃત્યુ 5 ડિસેમ્બર, 2016ના રોજ થયું. તેઓ 1991થી 2016 દરમિયાન પાંચ વાર રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા હતા.

દોરજી ખાંડૂ અરૂણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન હતા. તેમનું મૃત્યુ પણ એક હેલિકોપ્ટર ક્રેશમાં વર્ષ 2011માં થયું હતું.

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!