GSTV
Home » News » નિરવ મોદીની રોલ્સ રોઈસ, પોર્શ મર્સિડિસ, ટોયોટા ફોર્ચ્યુનર સહિતની 11 મોંઘી ગાડીઓ અને પેઈન્ટિંગ્સની હરાજી

નિરવ મોદીની રોલ્સ રોઈસ, પોર્શ મર્સિડિસ, ટોયોટા ફોર્ચ્યુનર સહિતની 11 મોંઘી ગાડીઓ અને પેઈન્ટિંગ્સની હરાજી

ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ દ્વારા નિરવ મોદીની કેટલીક સામગ્રી હરાજી કરવાની છૂટ મળી છે. અબજો રૃપિયાનું કૌભાંડ કરનારા નિરવ પાસેથી પૈસા વસૂલવા માટે તેના ૧૭૩ જેટલા કિંમતી પેઈન્ટિંગ્સ અને ૧૧ મોંઘી મોટરકારની હરાજી થશે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ દ્વારા વધારાની ચાર્જશીટ ફાઈલ કરાયા બાદ કોર્ટે આ છૂટ આપી હતી.

  નિરવના ૧૭૩ પેઈન્ટિંગની અંદાજિત કિંમત ૫૭ કરોડ રૃપિયા થવા જાય છે. તેણે કરેલા કૌભાંડ કરતા એ બહુ નાની રકમ છે. પરંતુ જે રીતે રકમ વસૂલી શકાય એ રીતે વસૂલવા માટે ઈડી અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પ્રયત્નશીલ છે. એ સિવાય ૧૧ ગાડીઓમાં અતી મોંઘી રોલ્સ રોઈસ, પોર્શ, મર્સિડિસ, ટોયોટા ફોર્ચ્યુનર વગેરે વાહનોનો સમાવેશ થાય છે. એ પણ વેચી નાખવામાં આવશે. 

આ બધા પેઈન્ટિંગ મોદીએ અન્ય નામે સ્થાપેલી કંપની કેમલોટ એન્ટરપ્રાઈઝના કબજામાંથી મળ્યા હતા. એ કંપનીનો ટેક્સ બાકી હતો. તેની તપાસ કરતી વખતે મળી આવ્યા હતા. અત્યારે શરૃઆતી ધોરણે ૧૭૩માંથી ૬૮ પેઇન્ટિંગની હરાજી થશે. સંભવત ચાલુ મહિને જ હરાજીની વિગતો ઈડી દ્વારા જાહેર કરવામાં આવશે. એ પછી વાહનોની હરાજી થશે. 

Related posts

આપના ધારાસભ્ય પાર્ટીથી થયા અસંતુષ્ટ, આપ્યું આ મોટું નિવેદન

Path Shah

આ છે દેશનાં સૌથી ‘સુંદર’ સાંસદ, સોશ્યલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા

Riyaz Parmar

લોકસભા ચૂંટણી પરિણામ બાદ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ તેજ થઈ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!