GSTV

સમુદ્ર કિનારે મળી 1700 વર્ષ જૂની ઈમારત, જોઈ વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ

દુનિયામાં આજે પણ એવી ઘણી રહસ્યમયી જગ્યા છે જેની કોઈને ખબર નથી. સમય-સમય પર ખોદકામ દરમિયાન પ્રાચીન ઈમારતોની જાણ થાય છે. જેને જોઈ દુનિયા હેરાન રહી જાય છે. એવી જ રહસ્યમયી ઈમારત રૂસના એક શહેર ડર્બેંટ પાસે કેસ્પિયન સાગરના કિનારે મળી છે, જેની તપાસ કરવા પર ખ્યાલ આવ્યો કે ભૂ-વૈજ્ઞાનિક સાથે જોડાયેલી છે.

આ રહસ્યમયી ઈમારત મધ્યયુગના કિલ્લો નાર્યન-કલાના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે. આ ઈમારત લગભગ 1700 વર્ષ જૂની છે, જે આખે આખી ભૂમિગત અને સ્થાનીય શેલ ચૂના-પથ્થરથી નિર્મિત છે. જોકે આ ઈમારતના વધારે ખોદકામ માટે ભૂ-વૈજ્ઞાનિકો કામ નથી કરી રહ્યા, કેમ કે યુનસ્કોની ધરોહર નાર્યન-કલાના કિલ્લાને નુકસાન પહોંચાડી શકે છે.

ભૂ-વૈજ્ઞાનિક મ્યૂઓન રેડિયોગ્રાફીની મદદથી આ રહસ્યમયી ઈમારતને સ્કેન કરીને જાણકારી મેળવે છે. આ કામમાં સ્કોબેલ્ત્સિન ઈંસ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર લોમોનોસોવ મોસ્કે સ્ટેટ યુનિવર્સિટી અને ડાગેસ્ટૈન સ્ટેટ યુનિવર્સિટીના શોધકર્તા લાગેલા છે.

શોધકર્તા કહે છે કે આ ઈમારત એક ક્રોસના આકારની છે. આ 36 ફિટ ઊંચી અને 44 ફિટ પહોળી છે. તેનું માનવું છે તે આ દુનિયાના સૌથી જૂના ચર્ચોમાં એક હોઈ શકે છે. કેટલાક લોકોનું એ પણ કહેવું છે કે આ એક જલાશય અથવા એક જોરાસ્ટ્રિયન ફાયર મંદિર પણ હોઈ શકે છે.

વૈજ્ઞાનિક સમૂહના પ્રમુખ નતાલિયા પોલુખિનાનું કહેવું છે કે આ એક આયતાકાર ઈમારત છે. તેની બનાવટને જોઈ લાગે છે કે આ એક પાણીની ટેન્ક હોઈ શકે છે. જોકે તેના પર હજી સુધી કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. કોશિશ કરી રહ્યા છીએ કે વધુમાં વધુ જાણકારી મેળવી શકીએ.

Read Also

Related posts

એક વર્ષમાં જ 23 બાળકોનો પિતા બની ગયો આ ભાઈ, આ કારણે તેને પસંદ કરે છે મહિલાઓ

Pravin Makwana

VIRAL VIDEO/ લગ્નમાં આવેલી મહિલાએ વરરાજાને ભેટમાં આપી AK-47 એસોલ્ટ રાઈફલ

Pravin Makwana

ભંવરેને ખિલાયા ફૂલ, ફૂલ તો લે ગયા રાજકુંવર/ સાત ફેરા બાદ પ્રેમી સાથે ભાગી ગઈ દુલ્હન, વરરાજો રાહ જોતો રહ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!