GSTV

રેલવેના મુસાફરો માટે ખુશખબર: અમદાવાદથી પસાર થતી ૧૮ ટ્રેનો ફરીથી શરૂ, જોઈ લો આ લિસ્ટ

ટ્રેનો

Last Updated on June 24, 2021 by Bansari

અમદાવાદથી પસાર થતી ૧૮ ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવી છે. કોરોના કાળમાં મુસાફરો ઘટી જતા આ ટ્રેનો અગાઉ બંધ કરી દેવાઇ હતી. કોરોનાના સમયગાળામાં મુસાફરો ન મળતાં રેલવે વિભાગે આ નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારોએ પણ નિયમો કડક કરી દેતાં મુસાફરોએ નિયમો અને કોરોના થવાના ડરને પગલે મુસાફરી જ ટાળી દીધઈ હતી. હવે કોરોનાના કેસો ઘટતાં ફરી રેલવેએ ટ્રેનો દોડાવવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના કેસો હાલમાં ઘટી રહ્યાં છે ત્યારે ફરી મુસાફરો વધવાની રેલવેને આશા છે.

ટ્રેન

સ્પેશિયલ સહિતની આ ટ્રેનો ફરીથી ચાલુ કરાઇ

અમદાવાદ-મુંબઇ -અમદાવાદ શતાબ્દી, હાપા-મડગાંવ-હાપા, મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ, બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ, ભાવનગર-કોચુવેલી-ભાવનગર, પોરબંદર-કોચુવેલી-પોરબંદર, પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર, મહુવા-બાન્દ્રા ટર્મિનસ-મહુવા, બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ સહિતની ટ્રેનો ફરીથી ચાલુ કરાઇ છે.

બીજી તરફ અમદાવાદથી ઉપડતી અને પસાર થતી પુરી જતી ૧૨ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરીને ખુર્દા રોડ સુધી જ દોડાવાશે. આ ટ્રેન થોડા દિવસ માટે હવે પુરી સુધી નહીં જઇ શકે. પુરી જગન્નાથજીની રથયાત્રા અને કોરોના સંક્રમણને જોતા રેલવે દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટના આજે ૪૦ કેસો નોંધવામાં આવ્યા છે. આ કેસો મહારાષ્ટ્ર, કેરળ અને મધ્ય પ્રદેશમાં નોંધવામાં આવ્યા છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. આ ત્રણ રાજ્યોને વધુ સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ આજે કોરોનાના નવા ૫૦,૬૪૮ કેસો નોંધવામાં આવતા દેશમાં કોરોનાના અત્યાર સુધીના કેસોની સંખ્યા વધીને ૩ કરોડને પાર થઇ ગઇ છે.

ટ્રેનો

માત્ર ૫૦ જ દિવસ પછી કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩ કરોડને પાર

આજે ૫૦,૮૪૮ કેસો નોંધાતા અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૦૦,૨૮,૭૦૯ થઇ ગઇ છે. આજે કોરોનાથી વધુ ૧૩૫૮ લોકોના મોત થતાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૩,૯૦,૬૬૦ થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસોની સંખ્યા એક કરોડને પાર થઇ હતી. જ્યારે ૧૩૬ દિવસ પછી ૪ મેના રોજ કોરોનાના કુલ કેસોની સંખ્યા બે કરોડને પાર થઇ હતી. જ્યારે માત્ર ૫૦ જ દિવસ પછી આજે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩ કરોડને પાર થઇ ગઇ છે.

આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૫૪.૨૪ લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ દેશમાં વેક્સિન લેનારાઓની કુલ સંખ્યા વધીને ૨૯.૪૬ કરોડ થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯,૦૧,૦૫૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩૯,૫૯,૭૩,૧૯૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં મૃત્યુ પામેલા ૧૩૫૮ લોકો પૈકી મહારાષ્ટ્રમાં ૪૮૨, તમિલનાડુમાં ૧૯૪, કેરળમાં ૧૪૧ અને કર્ણાટકમાં ૧૩૯ લોકોનાં મોત થયા છે.

Read Also

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!