GSTV
Gujarat Government Advertisement

ખુશખબર/ 17 હજાર કોરોના વોરિયર્સને મળશે દર મહિને ઇન્સેટિવ : ડોક્ટરને બખ્ખાં, આ રાજ્યમાં 10 હજાર રૂપિયા સેલેરી વધી જશે

કોરોના

Last Updated on May 4, 2021 by Bansari

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ (Manoj Sinha)વધુ એક મોટો નિર્ણય લેતા કોરોના વોરિયર્સ માટે સ્પેશિયલ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવને મંજૂરી આપી છે. આ ઇન્સેન્ટિવ હેલ્થ અને મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કોરોના વોરિયર્સને મળશે.

કોરોના

17 હજાર કોરોના વોરિયર્સને લાભ મળશે

આ અંતર્ગત 17 હજાર કોરોના વોરિયર્સને લાભ મળશે જેમાં રેઝિડેંટ ડોક્ટર્સ, મેડિકલ ઓફિસર્સ, પેરામેડિકલ/નર્સિંગ સ્ટાફ, ડ્રાઇવર અને ક્લાસ 4ના કર્મચારી સામેલ છે. તેમાં રેઝિડેંટ ડોક્ટર્સ, પીજી અને મેડિકલ ઓફિસર્સને દર મહિને 10 હજાર રૂપિયા ઇંસેંટિવ આપવામાં આવશે. સાથે જ પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફને 7 હજાર રૂપિયા આપવામાં આવશે. ડ્રાઇવર, સ્વીપર અને અટેંડેંટ્સને 5 હજાર રૂપિયા ઇંસેંટિવ આપવામાં આવશે.

કોરોના

આ ઇંસેટિંવ 3 મહિના સુધી આપવામાં આવશે

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ આ ઇંસેટિંવ 3 મહિના સુધી આપવામાં આવશે. જેની શરૂઆત મેથી થશે. સાથે જ બીજી તરફ વધતા કોરોનાના કેસને ધ્યાનમાં લેતા જમ્મુ-કાશ્મીરે તમામ રાજ્ય શૈક્ષણિક સંસ્થાઓને 31મે સુધી બંધ કરી દીધી છે. નવા પ્રતિબંધોના હિસ્સા રૂપે, રાજ્યમાં તમામ સ્કૂલ, કોલેજ, વિશ્વવિદ્યાલય, ટેક્નીકલ અથવા કૌશલ વિકાસ સંસ્થા બંધ રહેશે.

ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક કરી જેમાં રાજ્યની શેક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિભિન્ન સ્કૂલોના શિક્ષક અને વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા, જે બાદ સરકારે શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કોલેજોને પહેલા જ ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!