GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ગુજરાતમાં કોરોના પોઝીટીવનો આંક થયો 17 હજારને પાર, છેલ્લા 3 દિવસથી 400 પ્લસ કેસ

Corona


ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી 400 પ્લસ કેસ આવી રહ્યા છે. ગુજરાતમાં 15 મે સુધીમાં કોરોના સંક્રમણના આંક 10 હજારથી ઓછા હતા. અર્થાત છેલ્લા 16 દિવસમાં નવા 7 હજારથી વધારે કેસ પોઝીટીવ આવ્યા એ હકિકત પણ છે. ગુજરાતમાં 5 મેના સૌથી વધુ 441 કેસ પોઝીટીવ કેસ નોંધાયા હતા તે પછીથી 25 મેના નવા 405 કેસ પોઝીટીવ આવ્યા હતા. જે બાદ 30 મેના 412 કેસ નવા કેસ આવ્યા હતા. 31 મેના 438 નવા પોઝીટીવ કેસ આવ્યા હતા. ગુજરાતમાં મે મહિનામાં 12399 નવા કેસ આવ્યા છે. તો 824 લોકોના મોત પણ થયા છે. ગુજરાતમાં આજે નવા 423 કેસ નોંધાતા કુલ આંક 17217 થયો છે. તો મોતનો આંક 1063 થયો છે. ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં 1273 કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે નવા 423 કેસ નોંધાતા કુલ આંક 17 હજારને પાર થયો છે. તો ગુજરાતમાં વધુ 25 લોકોના મોત થતાં મોતનો આંક પણ 1063ને પાર થયો છે.

અમદાવાદમાં મે મહિનામાં 9 હજારથી વધુ પોઝીટીવ આવ્યા

ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં થયું છે. અમદાવાદમાં એક સપ્તાહ બાદ ફરીથી 300 પ્લસ કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે 314 પોઝીટીવ આવ્યા છે તો 22 લોકોના મોત પણ થયા છે. મે મહિનામાં ગુજરાતમાં 9154 પોઝીટીવ નોંધાયા છે. તો 693 લોકોના મોત પણ થયા છે. અમદાવાદમાં આજે વધુ 314 પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક 12494 પર પહોંચ્યો છે. અમદાવાદમાં છેલ્લા સપ્તાહમાં જ લગભગ 2 હજાર જેટલા પોઝીટીવ આવ્યા છે.

આગામી 24 કલાકમાં એક્ટિવ કેસનો આંક 5 હજારની અંદર જઈ શકે

ગુજરાતમાં કોરોના સંક્રમણના આંક ભલે ઊંચા જઈ રહ્યા હોય પરંતુ છેલ્લા 4 દિવસમાં જ 9 ટકા એક્ટિવ કેસોમાં ઘટાડો થયો એ પણ હકિકત છે. ગુજરાતમાં 23 મેના એક્ટિવ કેસનો આંક 48.80 ટકા હતો તે પછીથી ઝડપથી રિકવરી દર વધ્યો છે. જે આજે ઘટીને 31.21 ટકા થયો છે. અર્થાત ગુજરાતમાં ભલે કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યા હોય પરંતુ રિકવરી દર ઊંચો રહેતા હોસ્પિટલોના ખાટલા ખાલી થઈ રહ્યા છે જે ગુજરાત માટે ખૂબજ સારી બાબત છે. ગુજરાતમાં જે ઝડપથી સાજા થનારાની સંખ્યા વધી રહી છે તે જળવાય તો આગામી 24 કલાકમાં જ એક્ટિવ કેસનો આંક 5 હજારની અંદર આવી જશે. ગુજરાતમાં સક્રિય કેસનો આંક સતત ઘટી રહ્યો છે.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva

કોરોનાના કપરા કાળમાં કળયુગી પૂત્રોએ માનવતા નેવે મુકી, અમદાવાદના વૃદ્ધાશ્રમમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!