મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ ફરી એક વખત સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના 23 સભ્યોમાંથી 17 નગરસેવકોએ નગરપાલિકાના પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મુકતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. અગાઉ નગરપાલિકાના પ્રમુખ બાદ હાલના પ્રમુખને સવા વર્ષ સુધી ખુરશી પર બેસવાનું નક્કી થવા છતાં કોંગ્રેસના સભ્યોએ જ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

નગરપાલિકામાં પ્રમુખ ઘનશ્યામ સોલંકી અને હિરેન મકવાણા એમ બે જૂથ આમને સામને આવ્યા છે. કોંગ્રેસની ખટપટનો લાભ લઇ હવે ભાજપ પણ મેદાનમાં કુદશે એ વાત નક્કી છે. છેલ્લા 5 વર્ષમાં બીજી વાર કોંગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ છે. જેને ભાજપના સભ્યો પણ ટેકો આપે તેવા એંધાણ છે. કોંગ્રેસના આંતરિક જૂથવાદને પગલે લોકોના કામ અટકશે.
READ ALSO
- રાજ્યના પાંચ લાખ વિદ્યાર્થીઓને એક સત્રની ફી માફી આપવા માંગ, ગુજરાત કોંગ્રેસે સરકારને કરી આ રજુઆત
- Photos: કડક સુરક્ષા બંદોબસ્તનાં ઉડાવી દીધા લીરેલીરા, ટ્રેક્ટર લઈને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા ખેડૂતો
- ઝટકો/ મની લોન્ડ્રિંગ વિરોધી કાયદાના ઉલ્લંઘન બદલ આ સરકારી બેંક પર લાગ્યો કરોડોનો દંડ
- હેલ્થ ટીપ્સ / શુ તમે પણ ગોઠણના દુખાવાથી પરેશાન છો? કયારેય ન કરતા આ છ ભૂલો નહિ તો…
- EPFO: તમે પણ ભૂલી ગયા છો UAN? તો ડાયલ કરો આ નંબર, સેકન્ડોમાં આવી જશે SMS