કોરોના વાયરસને લઈને ચીનના આંકડા શરૂઆતથી જ શંકાના દાયરામાં રહ્યાં છે. એક વિશ્લેષકે દાવો કર્યો છે કે ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક જાહેર કરવામાં આવેલા આંકડા કરતા 17,000 ટકા વધારે હોઈ શકે છે. એવી આશંકા છે કે વિશ્વનું સૌથી કડક લોકડાઉન હોવા છતાં, ચીનમાં વાસ્તવિક મૃત્યુઆંક લગભગ 17 લાખની આસપાસ હોઈ શકે છે, જે ચીની અધિકારીઓ દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ 4,636 મૃત્યુથી તદ્દન વિપરીત છે.
ચીનના સત્તાવાર આંકડા “આંકડાકીય રીતે અશક્ય”
સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ક્વોન્ટિટેટિવ ફાઇનાન્સ પ્રોગ્રામના ડિરેક્ટર જ્યોર્જ કેલહૌને આરોપ લગાવ્યો છે કે ચીનના શાસને તેની છબીને ખરડાતી બચાવવા માટે ઓછા મૃત્યુનો ડેટા બહાર પાડ્યો છે. ધ ઇકોનોમિસ્ટના મોડલનો અભ્યાસ કરનાર એક નિષ્ણાતે ધ એપોચ ટાઇમ્સને દાવો કર્યો હતો કે ચીનના સત્તાવાર આંકડા “આંકડાકીય રીતે અશક્ય” છે. એપ્રિલ 2020 પછી, જ્યારે મોટાભાગના મૃત્યુ વુહાનમાં થયા હતા, જ્યારે બેઇજિંગમાં અધિકારીઓએ સત્તાવાર રીતે ફક્ત બે મૃત્યુ નોંધ્યા હતા.

વર્તમાન આંકડાઓ અનુસાર, ચીનની ગણતરી વિશ્વમાં સૌથી ઓછા કોરોના મૃત્યુવાળા દેશોમાં થાય છે. કેલ્હૌને કહ્યું કે તે અશક્ય છે. તે તબીબી રીતે પણ અશક્ય છે અને આંકડાકીય રીતે પણ અશક્ય છે. તર્ક આપતાં તેમણે કહ્યું કે યાદ રાખો કે 2020માં ન તો કોઈ રસી હતી કે ન તો કોઈ સારવાર. તેનો અર્થ એ છે કે તમારી પાસે એક અસુરક્ષિત વસ્તી હતી જેણે શૂન્ય કોવિડ મૃત્યુની જાણ કરી હતી, તેના બદલે હજારો કેસ સામે આવી રહ્યાં હતા.
સત્તાવાર મૃત્યુ દર મૂળ કરતાં 17,000 ટકા ઓછો
જોન્સ હોપકિન્સ કોરોના વાયરસ રિસોર્સ સેન્ટરના ડેટા અનુસાર, તે સમયગાળા દરમિયાન મેઇનલેન્ડ ચીનમાં કોવિડના 22,000 થી વધુ કેસ નોંધાયા હતા. પરંતુ ધ ઇકોનોમિસ્ટના મોડલના આધારે, કેલ્હૌન દાવો કરે છે કે ચીનનો સત્તાવાર મૃત્યુ દર વાસ્તવિકતા કરતા લગભગ 17,000 ટકા ઓછો છે. કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે ચીન ‘ઝીરો કોવિડ પોલિસી’ પર ભાર આપી રહ્યું છે.

લોકોને બોક્સમાં બંધ કરી રહી છે ચીનની સરકાર
આ માટે ચીનની સરકાર પણ તમામ હદો પાર કરવા તૈયાર છે. પછી લોકોને પોતાના ઘરોમાં કે સ્ટીલના બોક્સમાં કેદ કરવા પડે. ચીન સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે 5 જાન્યુઆરીથી શિયાનમાં કોરોનાનો પ્રકોપ હવે કાબૂમાં છે. જો કે, સરકાર દ્વારા નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે અને લોકો હજુ પણ તેમના ઘરની બહાર નીકળી શકતા નથી.
ચીનની રસી સૌથી ઓછી અસરકારક?
ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને જોઈને લોકોના મનમાં ચીનની વેક્સીનની અસર અંગે શંકાઓ વધુ ઘેરી થવા લાગી છે. માત્ર ચીનમાં જ નહીં, પરંતુ દરેક દેશમાં જ્યાં આ રસી લગાવવામાં આવી છે ત્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મંગોલિયા, બહેરીન, સેશેલ્સ, ચિલી અને તુર્કી સહિત ઘણા દેશોએ ચીનની રસીનો ઉપયોગ કર્યો, જેનું નુકસાન તેમણે તરત જ સહન કરવું પડ્યું.
Read Also
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન