GSTV

દિલ્હીમાં હિંસાથી 17ના મોત, પોલીસ દ્વારા ‘શૂટ એટ સાઇટ’ના ઓર્ડર

ઉત્તર પૂર્વ દિલ્હીમાં સીએએ અને એનઆરસીને લઇને ભડકેલી હિંસા બંધ થવાનું નામ લઇ રહી નથી.  હિંસા વચ્ચે દિલ્હી પોલીસ દ્વારા શૂટ એટ સાઇટના ઓર્ડર આપવામાં આવ્યા છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ હિંસક અથડામણો થઇ. જેમાં કુલ 1૭ લોકોના મોત નિપજ્યા છે. ઘણા વિસ્તારોમાં પથ્થરમારો અને આગચંપીની ઘટના બની. પોલીસે મોડી સાંજે જણાવ્યું હતું કે જાફરાબાદનો રસ્તો ક્લિયર કરવામાં આવ્યો છે. તોફાનીઓએ મંગળવારે મૌજપુર, ભજનપુરા, બ્રહ્મપુરી અને ગોકલપુરી વિસ્તારમાં પથ્થર મારો કર્યો હતો.

હિંસામાં 1૭ લોકોના મોત, 150થી વધુ ઘાયલ

મૌજપુરમાં મેટ્રો સ્ટેશનની પાસે બે જૂથો વચ્ચે અથડામણ દરમિયાન ફાયરિંગની ઘટના બની. આ દરમિયાન એક મીડિયાકર્મીને ગોળી વાગવાથી તે ઘાયલ થઇ ગયો. ટોળાએ ભજનપુરા અને બ્રહ્મપુરી વિસ્તારમાં પણ પથ્થરમારો કર્યો. ગોકલપુરીમાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ સહિત અનેક વાહનમાં આગ લગાવી દેવાઇ. અત્યાર સુધીની હિંસામાં 1૭ લોકોના મોત નિપજ્યા. જ્યારે કે 150થી વધુ લોકો ઘાયલ થયા. જેમાં 56 પોલીસકર્મી અને 130થી વધુ નાગરીકો સામેલ છે. ઉપરાંત ત્રણ ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

મધરાતે હાઈકોર્ટમાં સુનાવણી

દિલ્હીમાં ફેલાયેલી હિંસા અંગે હાઈકોર્ટમાં મધરાતે સુનાવણી કરવામાં આવી.  કોર્ટે સુનાવણી દરમ્યાન હિંસામાં ઘાયલ થયેલા તમામ લોકોને મુસ્તફાબાદમાં આવેલી અલ-હિન્દ હોસ્પિટલમાં સારવાર આપવાના આદેશ આપ્યા છે. સુનાવણી દરમ્યાન દિલ્હી પોલીસના જોઇન્ટ સીપી આલોકકુમાર અને ડીસીપી ક્રાઈમ રાજેશ દેવ પણ હાજર હતા. કોર્ટે કહ્યુ કે, હિંસાગ્રસ્ત વિસ્તારમાં એમ્બ્યુલન્સની સલામતી પોલીસ દ્વારા પુરી પાડવામાં આવે.

કોન્સ્ટેબલનો પાર્થિવ દેહ ગાડીમાં રાખીને પરિજનો ધરણા પર બેઠા

દિલ્હીમાં થયેલી હિંસામાં મોતને ભેટેલા હેડ કોન્સ્ટેબલ રતનલાલના પાર્થિવ દેહને ગાડીમાં લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. કોન્સ્ટેબલનો પાર્થિવ દેહ ગાડીમાં રાખીને પરિજનો તેમજ ગામવાળા લોકો ધરણા પર બેઠા છે. પરિવારજનોએ માંગ કરી છે કે રતનલાલને જ્યાં સુધી શહીદનો દરજ્જો આપવામાં નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે. હેડ કોન્સ્ટેબલની મોત પથ્થર વાગવાથી નહીં પરંતુ ગોળી વાગવાથી થયું છે. જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. ગોળી કોન્સ્ટેબલને ડાબા ખભાથી થઈને જમણા ખભા સુધી ઘુસી ગઈ હતી. મૃતક હેડ કોન્સ્ટેબલ રતનલાલ એસીપી ગુકુલપુરી ઓફિસમાં ફરજ બજાવતા હતા.

Read Also

Related posts

Lockdownને લઈને મોટા સમાચાર, મોદી સાથે મીટીંગ પછી અરુણાચલ CM નું Tweet, થોડા સમયમાં થયું ડિલિટ

Arohi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 9 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, આકરા નિયંત્રણોની સંભાવના

Karan

કાળમુખા કોરોનાનો ફફડાટ, વધુ એક શંકાસ્પદ દર્દીએ કરી આત્મહત્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!