GSTV
India News Trending

ભારે વરસાદથી મધ્યપ્રદેશમાં હાહાકાર, 12 જિલ્લામાં પૂરે મચાવી તબાહી

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઘણા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યના 12 જિલ્લાના 411 ગામોમાં પૂરે ભારે તબાહી મચાવી છે. ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વિદિશા, હોશંગાબાદ સહિત રાજ્યના પૂરગ્રસ્ત પાંચ જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું છે. જે ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે અને લોકો ફસાયેલા છે.

પાણી સમુદ્રની જેમ ફેલાઇ ગયું છે

ત્યાંથી લોકોને NDRF અને વાયુસેનાની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. હવાઇ નિરીક્ષણ બાદ શિવરાજ સિંહે જણાવ્યું કે તેમણે દેવાસ, હંડિયા, હોશંગાબાદ, સીહોર, રાયસેન જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું છે. નર્મદાનું પાણી સમુદ્રની જેમ ફેલાઇ ગયું છે. હજુ પણ ઘણા ગામો પૂરના પાણીમાં ડૂબેલા છે. જોકે, રાહતની વાત એ છે કે, પાણી એકથી દોઢ ફૂટ જેટલું ઘટ્યું છે અને લોકોને રાહત કેન્દ્રમાં ખસેડવામાં આવી રહ્યા છે.

વરસાદે ભારે તબાહી મચાવી

આ પહેલા રાજ્યના શિવરાજ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ચર્ચા કરી હતી. જેમાં વડાપ્રધાને પૂરગ્રસ્ત મધ્ય પ્રદેશની સંભવ તમામ મદદની ખાતરી આપી છે. મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. તદ્ઉપરાંત હરદા જિલ્લામાં પણ વરસાદે ભારે તબાહી મચાવી છે. સેન્ટ્રલ વોટર કમિશન પ્રમાણે રાજ્યના આઠ મોટા ડેમ પોતાની ક્ષમતા સુધી ભરાઇ ગયા છે.

જિલ્લામાં સતત વરસાદ વરસ્યો

મધ્યપ્રદેશના ઘણા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જેમાં કેટલાક સ્થળોએ તો રેકોર્ડતોડ વરસાદ વરસ્યો છે. જેના કારણે નદીઓના પાણી કાંઠા તોડીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે. રાજ્યના શાજાપુર જિલ્લામાં સતત વરસાદ વરસ્યો છે. જેના કારણે જિલ્લામાં આવેલી પાર્વતી, કાલીસિંધ, નેવજ, જમઘટ, લખુંદર નદીઓ ગાંડીતૂર બની છે. અર્નિયાકલામાં નદીનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે. જેના કારણે દહેશતમાં લોકોએ બીજા માળે રહીને આખી રાત વિતાવી પડી હતી. શાજાપુર જિલ્લામાં આશરે 200થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે કે, એક ડઝનથી વધુ માર્ગો બંધ છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

READ ALSO

Related posts

આવી ગઈ છે હવામાં જ મચ્છરોનો ખાતમો કરતી તોપ! વિશ્વાસ ના હોય તો જોઈ લો VIDEO

Moshin Tunvar

અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો 

Rajat Sultan

ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું

Rajat Sultan
GSTV